BANASKANTHAGUJARAT

થરામાં વિનામૂલ્યે આધુનિક ફેંકો મશીન દ્વારા નિદાન તથા મોતિયા ના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો.

આધુનિક ફેંકો મશીન દ્વારા આંખના મોતીયાનો વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પ અણદાભાઈ પ્રજાપતિ, માનસુંગભાઈ ચૌધરી (સંગમ), જેન્તીભાઈ પટેલ (અતુલ)સહીત જય બાબારી ટીમ થરાના અથાગ સહયોગ દ્વારા

થરામાં વિનામૂલ્યે આધુનિક ફેંકો મશીન દ્વારા નિદાન તથા મોતિયા ના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી જલારામ મંદિર પરિસરમાં આજરોજ તા.૦૬/૦૧/૨૦૨૬ ને મંગળવાર ના રોજ સવારે ૯ થી ૧૧ કલાક સુધી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ,શ્રી જલારામ મંદિર થરા તથા શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ થરા, ગૌસેવા માનવ સેવા મંડળ થરા,શ્રી શિહોરી વેપારી વિકાસ મંડળ શિહોરના સંયુક્ત ઉપક્રમે આધુનિક ફેંકો મશીન દ્વારા આંખના મોતીયાનો વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પ અણદાભાઈ પ્રજાપતિ, માનસુંગભાઈ ચૌધરી (સંગમ), જેન્તીભાઈ પટેલ (અતુલ)સહીત જય બાબારી ટીમ થરાના અથાગ સહયોગ દ્વારા થરા નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પુરણસિંહ વાઘેલા,વહેપારી અગ્રણી કનુભાઈ પ્રજાપતિ બનાસ,તાણા પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર, થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર,ભુપેન્દ્રસિંહ પરમાર,વિજયભાઈ ટેસ્ટી, નિરંજનભાઈ ઠક્કર,રાજુ લાટીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.દીપ પ્રાગટ્ય કરી મહેમાનોને શ્રી જય બાબારી ટીમ દ્વારા ખેસ પહેરાવી સન્માન કર્યું હતું.કેમ્પમાં રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટના ડૉ.અલ્કેશભાઈ ખેરડિયા સહિત તેમની ટીમે લગભગ ૨૧૧ દર્દીઓ ની તપાસ કરી જેમાં ૧૨૫થી વધુ દર્દીઓને મોતીયાના ઓપરેશન કરવાની જરૂર જણાતાં આજે એક લકઝરી બસ દ્વારા ૬૯ દર્દીઓને નિદાન કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ જ્યાં મફત સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગો નું નિદાન કરી જરૂરિયાત વાળા મોતીયાના દર્દીઓને આધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું મફત ઓપરેશન કરી મફત નેત્રમણી બેસાડી આપવામાં આવશે સાથે સાથે દવા,ટીંપા, ફ્રીમાં આપવામાં આવેલ. દર્દી તથા સાથે આવનાર સગા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.બાકીના દર્દીઓને ગુરૂવારના રોજ સવારે લઈ જવામાં આવશે.વગર ભાડે પરત મુકવામાં આવશે.શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,તરૂણભાઈ ઠક્કર, જોઈતાભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ પ્રજાપતિ ગુરુકૃપા મોબાઈલ,દેવભાઈ પુરોહિત, લાલાભાઈ ભાટી સહિત અનેક સેવભાવીઓએ ખડે પગે રહી સેવા પૂરી પાડેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!