DAHODGUJARAT

દાહોદમાં કોંગ્રેની જન આક્રોશ યાત્રા દરમિયાન ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડયો

તા.૦૫.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં કોંગ્રેની જન આક્રોશ યાત્રા દરમિયાન ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડયો

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પાર્ટીમાં જોડાયા છે. 9 મહિના પહેલાં સી.આર પાટીલને રાજીનામું મોકલ્યું હતું. ખેડા જિલ્લાના કપડવંજથી શરૂ થયેલી કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા દોહોદમાં પહોંચી છે.

કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા આજે દાહોદના ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સાથે મહેશ વસાવા કાળીમહુડી સભા સ્થળ ખાતે પહોંચ્યા છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા તબક્કાનું આજે કંબોઈ ખાતે સમાપન થશે. મહેશ વસાવા, છોટુ વસાવાના પુત્ર છે, જેમણે લાંબા સમયથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય વર્ચસ્વ જાળવી રાખ્યું છે. રાજકારણ મહેશ વસાવાને વારસામાં મળ્યું હતું, પરતુ તેમણે પોતાની અલગ ઓળખ પણ બનાવી છે. મહેશ વસાવા ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.મહેશ વસાવાએ વર્ષ 2024માં, BTP છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેઓ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે 500થી વધુ કાર્યકરો સાથે BJPમાં જોડાયા હતા. આ નિર્ણય તેમના પિતા છોટુ વસાવાની રાજકીય લાઇનથી વિપરીત હતો, જેના કારણે પિતા-પુત્ર વચ્ચે મતભેદ પણ ઊભા થયાં હતાં. આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ 9 મહિના પહેલા ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતં. વર્ષ 2024માં BTP છોડીને ભાજપમાં જોડાયા હતા. જોકે, એક વર્ષ વર્ષમાં જ પાર્ટીની વિચારધારા અને કામકાજની શૈલીથી અસંતોષ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે. જે બાદ આજે તેઓ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસમાં જોડાયા છે. આને આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ માટે મોટો બૂસ્ટ માનવામાં આવે છે. કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. આજે યાત્રા દોહોદના ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચી છે. ત્યારે આ યાત્રામાં આજે મહેશ વસાવા ખાતે પહોંચી છે. ત્યારે આ યાત્રામાં આજે મહેશ વસાવા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે જણાવ્યું કે, જ્યારથી જન આક્રોશ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો જે લોકો એવુ માને છે કે અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવા માંગીએ છીએ, લડાઈ લડવા માંગીએ છીએ. તે તમામે તમામ આગેવાનો ધીમે ધીમે કોંગ્રેસની વિચારધારણા સાથે જોડાઈ રહ્યા છે. મહેશ વસાવા ખુબ સારા લીડર છે.

Back to top button
error: Content is protected !!