DAHODGARBADAGUJARAT

ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટ વિતરણ કરાયું

તા.૦૫.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટ વિતરણ કરાયું

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IMPACT INDIAની PSMRI ટીમ તથા KHPTના સહયોગથી નીમચ ગામના સરપંચ અમલિયાર વિજયસિંહ ભરતસિંહ દ્વારા કુલ 2 ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે phc મેડિકલ ઓફિસર ડો. આકાશદીપ કથોટા, MPHW મહેશ ડામોર, રાઠોડ ભગીરથ, FHW મીનાક્ષીબેન, આશાબેન તેમજ પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડી તેમની સારવારને વધુ અસરકારક બનાવવાનો તથા ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાનો હતો

Back to top button
error: Content is protected !!