GUJARATHALOLPANCHMAHAL

જિલ્લા LCB પોલીસે હાલોલ જ્યોતિ સર્કલ પાસેથી ચોરીની મોટર સાયકલ તેમજ ચોરીના રોકડ રકમ સાથે તરખંડા ગામના ઇસમને ઝડપી પાડ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૧.૨૦૨૬

પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે હાલોલ જ્યોતિ સર્કલ પાસેથી હાલોલના એક વિસ્તારમાં આવેલ દુકાન ના ગલ્લા માંથી રોકડ રકમ તેમજ વડોદરા ના એક મોલ માં પાર્ક કરેલ મોટરસાયકલ ની કરેલ ચોરી ના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.પોલીસ વર્તુળ દ્વવારા પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસનાં પીઆઈ એન.એલ.દેસાઈને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબધી ગુનાઓને બનતા અટકાવવા તેમજ બનેલા વણ શોધાયેલા મિલકત સંબધી ગુનાઓ ડીટેકટ કરવાની કવાયત માં હતા. તે દરમ્યાન બાતમીદાર પાસેથી જિલ્લા એલસીબી પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ નગર ના સ્ટેશન રોડ પર આવેલ જય માતાજી પ્રોવિઝન સ્ટોર કરિયાના ની દુકાન ના ગલ્લામાંથી આથી વીસ દિવસ પહેલા રોકડા રૂપિયાની ચોરી થયેલ તે ચોરી હાલોલ તાલુકાના તરખંડા ગામ ના આઠમનું ફળીયામાં રહેતો જસપાલ ઉર્ફે કાળિયો ગોપાલસિંહ પરમાર એ કરી હોવાનું માલુમ પડ્યું હતું. અને તે ચોરીના રોકડા રૂપિયા લઈને પાવાગઢ તરફથી પેશન પ્રો મોટર સાયકલ લઇ હાલોલ જ્યોતિ સર્કલ તરફ આવે છે.તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસ ટીમ હાલોલ જ્યોતિ સર્કલ પાસે નાકાબંધી કરી વોચમાં હતા. દરમ્યાન બાતમી વાળી મોટર સાયકલ આવતા તેને રોકી તેની પૂછપરછ કરતા તેનું નામ જસપાલ ઉર્ફે કાળિયો ગોપાલસિંહ પરમાર જણાવતા તેની જડતી કરતા તેની પાસે થી દુકાન માંથી ચોરી કરેલી રોકડ રકમ રૂપિયા 12,200/- મળી આવેલ અને તેની પાસે બાઈક બાબતે પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આજથી એકાદ મહિના પહેલા વડોદરાના છાણી રોડ પર આવેલ ડિમાર્ટ મોલના પાર્કિગમાંથી પેશન પ્રો મોટર સાયકલ જેની કિંમત 55,000 ની ચોરી કરી હતી. જેને લઇ પોલીસે આરોપીને ઝડપી પાડી વણ ઉકાયેલ બે ગુના નો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!