
ફૈઝ ખત્રી…શિનોર
સાધલી સ્થિત ભારત વિદ્યાલયમાં ગોલ્ડન હોર્સ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ (ગુજકોસ્ટ) દ્વારા જાહેર કરાયેલ National STEM Quiz સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિષય પ્રત્યે રુચિ વધારવાનો હતો.
આ સ્પર્ધામાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ રાઉન્ડ દ્વારા વિદ્યાર્થીઓની તર્કશક્તિ, વૈજ્ઞાનિક સમજ અને સામાન્ય જ્ઞાનની કસોટી લેવામાં આવી હતી.
લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા નિયામક શ્રી ડો. સોનલ પ્રકાશકાર અને જિલ્લા ક્વિઝ કોઓર્ડિનેટર ડો. દિનેશ ગાંધી તેમજ શાળા સંચાલન તથા શિક્ષકમંડળે ગુજકોસ્ટ દ્વારા આયોજિત આ પ્રકારની સ્પર્ધાને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી ગણાવી હતી.




