
♥ લુણાવાડા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ‘માર્ગ સલામતી માસ’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
*****
અમીન કોઠારી, મહીસાગર
મહીસાગર જિલ્લા આર.ટી.ઓ. અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે લુણાવાડા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે એસ.ટી. ડ્રાઈવરો માટે વિશેષ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડ્રાઈવરોને માર્ગ પર સલામત ડ્રાઈવિંગ કરવા, ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ પ્રસંગે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર શ્રી એમ. એમ. પરમાર અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી એસ. બી. ઝાલાએ ઉપસ્થિત રહી ડ્રાઈવરોને અકસ્માત નિવારવા માટેની તકેદારીઓ વિશે સમજાવ્યું હતું. આ તાલીમ વર્ગમાં લુણાવાડા ડેપો મેનેજર, એસ.ટી. કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.



