GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ઉત્તરાયણ દરમ્યાન દોરી થી થતા અકસ્માતો ટાળવા હાલોલ પોલીસની પહેલ,દ્વિચક્રી વાહનો માં ફ્રી માં સેફગાર્ડ લગાવી કરી સરાહનીય કામગીરી.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૧.૨૦૨૬

હાલોલ શહેર પોલીસ તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા આજે ગુરુવારે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. હાલોલ એસટી ડેપો પાસે આવેલી પોલીસ ચોકી ખાતે આજે સાંજે વિક્રમસિંહ રાઠોડ (ડીવાયએસપી, હાલોલ)ની ઉપસ્થિતિમાં ઉતરાયણ દરમિયાન દ્વિચક્રી વાહન ચાલકોને દોરીથી નડતા અકસ્માતો ટાળવા માટે સ્કૂટર અને મોટર સાયકલ પર વિનામૂલ્ય સેફ ગાર્ડ લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.આ કામગીરીમાં હાલોલ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. જાડેજા તેમજ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.ચૌધરી દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી, ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ 150થી વધુ સ્કૂટર અને મોટર સાયકલોના સ્ટીયરિંગ પર લોખંડના તારનું સેફ ગાર્ડ લગાવી આપવામાં આવ્યું હતુ.આ તબક્કે ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડે નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતુ કે ઉતરાયણ પહેલાં અને પછીના થોડા દિવસો દરમિયાન દ્વિચક્રી વાહન લઈને બહાર નીકળતા તમામ લોકોએ હેલ્મેટ અને ગળામાં મફલર ફરજિયાત પહેરવો. સાથે જ મહિલાઓએ ગળામાં સ્કાર્ફ પહેરીને જ બજારમાં નીકળવું, જેથી દોરી ગળામાં ઘસાઈ જતા થતા અકસ્માતો અટકાવી શકાય.તેમણે વધુમાં જણાવ્યું કે આસપાસ ક્યાંય પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ, ઉત્પાદન અથવા સ્ટોક જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.આ સમગ્ર સેફ ગાર્ડ લગાવવાની કામગીરી આજે સાંજે એસટી ડેપો પાસે આવેલી પોલીસ ચોકી ખાતે સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!