ચરાડવામાં માં રાજલના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે નવા કટારીયા થી ચરાડવા પદયાત્રા યોજાશે

ધજા જોતા ધન સાંપડે દૈવળ જોતા દુઃખ જાય
એવા છે રાજલધામ તુને દંડવત લાગુ પાય
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)
ચરાડવા ગામ એ જ રાજલધામ થી ઓળખાતા રાજ રાજેશ્વરી રાજબાઈ માનું મંદિર જ્યાં આશરે પાંચસો વર્ષ પહેલાં ફાગણ સુદ બીજના દિવસે વાચા અટકના ઉદા ચારણના ઘેર મા રાજબાઈ નું પ્રાગટ્ય થયું છે જે જગતમાં રાજબાઈ માં, ઉદાની રાજલ કે આવજે રાજલ ઉદાની નામથી બહુ પ્રખ્યાત થયા છે જગતમાં ઘણા પરચા પૂર્યા છે અને જ્યાં પરચો આપ્યો છે ત્યાં મા રાજબાઈ નાં નાના કે ભવ્ય મંદિર છે. મા રાજબાઈને અઢારેય વરણ નાં લોકો માને છે જે રાજલ છોરું તરીકે ઓળખાય છે અને ફાગણ સુદ બીજને રાજલ બીજ તરીકે ઓળખીને તેમની ભવ્યતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. કચ્છ જિલ્લા આવેલા નવા કટારિયા ગામેથી દર વર્ષે પદયાત્રા યોજીને રાજલ છોરુ ચરાડવા ધામ આવીને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ વર્ષે સતત છઠ્ઠા વર્ષનું પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ફાગણ તું જ બીજ તારીખ ૧૯-૨-૨૦૨૬ ને ગુરુવારે હોય તેની તૈયારીના ભાગરૂપે કટારીયા ગામે થી તારીખ ૧૭-૨-૨૦૨૬ ની વહેલી સવારે ૬-૦૦ વાગ્યે મા રાજબાઈ નાં મંદિરેથી પદયાત્રાનું પ્રયાણ થશે ત્રીજા દિવસે ચરાડવા ધામ પહોંચશે .આ માતાજીના પ્રાગટ્ય દિવસની અત્યારથી તૈયારીઓ થઈ રહી છે પદયાત્રામાં જોડાવા માટે લોકોને આહવાન કર્યું છે તારીખ ૧૭-૨-૨૦૨૬ નાં વહેલી સવારે ૬-૦૦ વાગ્યે નીકળવાનું હોય આગલા દિવસે તારીખ ૧૬-૨- ના રાત્રે રાજબાઈ માં નાં મંદિરમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ પદયાત્રાના આયોજકો કટારીયા ગામના કાનજીભાઈ પટેલ, લખમણભાઇ ભરવાડ, ગણેશભાઈ ભરવાડ, ડાયાભાઈ રબારી એ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રામાં રહેવા, રોકવાની સુવિધા સાથે ડીજે તાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સતત માતા રાજબાઈ ના ગરબા સ્તુતિ વગાડતા જશું અને માના સાનિધ્યમાં ત્રીજા દિવસે ચરાડવા ધામ પહોંચી જશું અને માના દર્શન કરીશું તેવું ભાવવિભોર સાથે જણાવ્યું હતું







