BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ને આવેદનપત્ર પાઠવી રોડના કામોમાં ગોબાચારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડ કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં  કરોડો રૂપિયાના રોડ બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવાયું છે.સાથે જ રોડ કામોની વિગતો દર્શાવતા બોર્ડ, સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી. કામ દરમિયાન ડાયવર્ઝન, લાઇટિંગ અને મજૂરો માટે સેફ્ટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે.આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડ કામોની ત્રીજા પક્ષી દ્વારા ગુણવત્તા તપાસ કરાવવાની તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!