નવસારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાના અધ્યક્ષસ્થાને તબીબી શૈક્ષણિક પરિસંવાદ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેન્દ્ર રંગુનવાલા ના દેખરેખ હેઠળ આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત નવસારી અને નવસારી ઓબ્સ્ટેટ્રિકસ અને ગાયનેકોલોજીકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે “Obstetrics Intervention Targeted to Reduce Maternal Morbidity and Mortality” વિષય ઉપર આઈ.એમ.એ. હોલ, નવસારી ખાતે નવસારી જિલ્લાની ખાનગી હોસ્પિટલો, સીવીલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રોના સ્ત્રીરોગ નિષ્ણાંતો, પ્રા.આ.કે.ના મેડિકલ ઓફિસરશ્રીઓ માટે (CME) યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાએ સરકારશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝન સહિત ભવિષ્યમાં માતા મરણ અટાકાવવા માટે ખાનગી અને સરકારી સંસ્થાઓ દ્વારા ભેગા મળી બેસ્ટ પ્રેક્ટીશ દ્વારા માતામરણ અટકાવવા આયોજન કરવા જણાવ્યું હતું. હેલ્થ ફેસીલીટીમાં અપાતી સુવિધાઓને વધુ સઘન કરવામાં આવે, માતા મરણના કારણોનો અભ્યાસ કરી તેને નિવારવા તરફ આગળ વધવા પ્રયત્નો હાથ ધરવા માર્ગદર્શિત કર્યા હતાં.




