GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરના ઉજાસ માટે સતત કામગીરી

MORBI:મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરના ઉજાસ માટે સતત કામગીરી

 

 

મોરબી મહાનગરપાલિકાની ઇલેકિટ્રકલ શાખા મોરબી શહેરને સતત પ્રકાશથી ઝગમગતું રાખવા તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે હેતુસર પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.

મોરબીની શાન ગણાતા નેહરુ ગેટની ઘડિયાળ લાંબા સમયથી બંધ હાલતમાં હતી. મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા તેમાં તેમાં આધુનિક આધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી મોડિફિકેશન કરવામાં આવ્યું છે. પરિણામે, ચતુર્દિશામાં આવેલી તમામ ઘડિયાળો હાલમાં પુનઃ શરૂ કરવામાં આવી છે.

તેમજ, મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા તારીખ ૦૩/૦૯/૨૦૨૫ થી મહાનગરપાલિકાની મોબાઇલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ એપ્લિકેશન મારફતે તારીખ ૦૩/૦૯/૨૦૨૫ થી ૦૭/૦૧/૨૦૨૬ દરમિયાન કુલ ૪૦૨૧ ફરિયાદો પ્રાપ્ત થયેલ છે, જેમાંથી તારીખ ૦૭/૦૧/૨૦૨૬ સુધીમાં કુલ ૪૦૦૮ ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.

આગામી સમયમાં મોરબી શહેરમાં લાઇટિંગ સંબંધિત તમામ સમસ્યાઓનું ઝડપી તથા અસરકારક નિવારણ કરવામાં આવશે તેમજ શહેરની સમગ્ર પ્રકાશ વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે મોરબી મહાનગરપાલિકાની ઇલેકિટ્રકલ શાખા દ્વારા સતત પ્રયત્નો ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!