WAKANER:વાંકાનેર હાઈવે પર ટ્રક અકસ્માતમાં પીડિતને રૂ.70.62 લાખનું વળતર અપાવવા વકીલ દ્વારા કાયદાકીય દલીલોને સમર્થન મળ્યું

WAKANER:વાંકાનેર હાઈવે પર ટ્રક અકસ્માતમાં પીડિતને રૂ.70.62 લાખનું વળતર અપાવવા વકીલ દ્વારા કાયદાકીય દલીલો ને સમર્થન મળ્યું
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના રહેવાસી નવાઝ શરીફ હનિફભાઈ કડીવાર સાથે ગત તા. 09-10-2019ના રોજ મધરાત્રે મોરબી–વાંકાનેર હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. પોતાની મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નં. GJ-24-X-0850ના ચાલકે અતિઝડપ અને બેદરકારીપૂર્વક પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં નવાઝ શરીફને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પહેલા મોરબી સિવિલ હોસ્પિટલ અને બાદમાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર લેવી પડી હતી. ઈજાઓ વધુ ગંભીર બનતાં તેમના ડાબા પગનું કાપકામ કરવું પડ્યું અને તેઓ કાયમી રીતે અપંગ બન્યા છે.
આ મામલે અરજદાર દ્વારા મોટર વાહન અધિનિયમની કલમ 166 હેઠળ રાજકોટ સ્થિત મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલમાં દાવો કરવામાં આવ્યો હતો. તમામ પુરાવા અને દલીલો બાદ ટ્રિબ્યુનલએ ટ્રકના ચાલકની બેદરકારી સાબિત માની ટ્રકના માલિક તથા વીમા કંપનીને જવાબદાર ઠેરવી **કુલ રૂ.70,62,766/- (રૂપીયા સિત્તેર લાખ બાસઠ હજાર સાતસો છાસઠ puraa)**નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.આ કેસમાં અરજદાર તરફેથી વકીલ તરીકે વાંકાનેરના રહેવાસી એડવોકેટ ફરીદ મદની એ. પરાસરા દ્વારા અસરકારક દલીલો રજૂ કરવામાં આવી હતી.







