GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સોખડા ગામ નજીકથી દેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા 

MORBI:મોરબીના સોખડા ગામ નજીકથી દેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

 

 

મોરબી તાલુકા પોલીસે મળેલ બાતમીને આધારે સોખડા ગામ નજીક મચ્છુ નદીના કાંઠે વોકળા પાસે રેઇડ કરતા જ્યાં બે ઈસમો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોય અને પોલીસને જોઈ નાસી જવાનો પ્રયાસ કરતા, પોલીસે તુરંત બન્ને ઇસમોને પકડી લીધા હતા, ત્યારે સ્થળ ઉપર જોતા, જ્યાં અકાગ અકાગ બેરલમાં દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૨૦૦ લીટર તેમજ ૪૦ લીટર દેશી દારૂ એમ કુલ કિ.રૂ.૧૩,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી ફરદીનભાઈ સીદીકભાઈ મોવર ઉવ.૨૩ રહે. મોરબી-૨ કાંતિનગર તથા હનીફભાઈ હાસમભાઈ જેડા ઉવ.૨૨ રહે. નવાગામ તા.માળીયા(મી) વાળા બન્ને આરોપીઓની તાલુકા પોલીસે અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!