લાખણી ના ચિત્રોડા મા સંરપચ સંવાદ અને વન કવચ નુ લોકાર્પણ યોજાયો

નારણ ગોહિલ લાખણી
લાખણી તાલુકાના ચિત્રોડા ગામે સંરપચ સંવાદ અને વન કવચ નુ લોકાર્પણ રાજ્ય મંત્રી પ્રવિણભાઇ માળી રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને દિયોદર ના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે યોજાયુ વૃક્ષારોપણથી નહીં, પરંતુ વૃક્ષ સંવર્ધનથી પર્યાવરણનું ભવિષ્ય સુરક્ષિત બને છે આજે વાવ–થરાદ જિલ્લાના ચિત્રોડા ખાતે ગુરુમંદિર વનકવચના નવનિર્મિત હરિત ક્ષેત્રનું લોકાર્પણ કરીને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું. આશરે ૧.૫ હેક્ટર વિસ્તારમાં વિકસિત આ વનકવચમાં ૧૧૧ જાતોના કુલ ૧૫,૯૭૪ રોપાઓનું વૈજ્ઞાનિક આયોજન હેઠળ વાવેતર કરવામાં આવ્યું છે.આ સમગ્ર વિસ્તારને ૧ થી ૭ અલગ બ્લોકમાં વહેંચી ઔષધીય, ફળાઉ તથા સ્થાનિક જાતોના વૃક્ષોનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવ્યું છે. ઔષધીય બ્લોકમાં ૧,૨૦૦ જેટલા રોપાઓ તથા ફળાઉ બ્લોકમાં ૯૧૮ રોપાઓ રોપી પ્રકૃતિને આરોગ્ય અને સમૃદ્ધિ સાથે જોડવાનો પ્રયાસ થયો છે.આ વનકવચમાં મહુડા, બહેડા, ખીજડો, પીલુ, ખેર જેવી પરંપરાગત જાતો ઉપરાંત આંબા, ફણશ, ચીકુ, પપૈયા જેવા ફળાઉ તથા કંચનાર, ગુગળ, નગોડ, તુલસી જેવી ઔષધીય વનસ્પતિઓનું સંરક્ષણ કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ સાથે માનવજીવનને પણ સમૃદ્ધ બનાવશે.લોકાર્પણના પ્રસંગે છોડમાં રણછોડ અને વૃક્ષમાં વાસુદેવને નિહાળવાં સૌ નાગરિકોને વૃક્ષો પ્રત્યે સંવેદનશીલ બની પ્રકૃતિના જતનમાં ભાગીદાર બનવા અને હરિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આહ્વાન કરવામાં આવ્યું.

#Vankavach



