GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર એસટી ડેપો ખાતે ‘માર્ગ સલામતી માસ’ અંતર્ગત ડ્રાઇવરોને માર્ગદર્શન અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

સંતરામપુર એસટી ડેપો ખાતે ‘માર્ગ સલામતી માસ’ અંતર્ગત ડ્રાઇવરોને માર્ગદર્શન અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
***

અમીન કોઠારી,
મહીસાગર

સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘માર્ગ સલામતી માસ 2026’ ના ભાગરૂપે આજે સંતરામપુર એસટી ડેપો ખાતે એઆરટીઓ લુણાવાડા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે એસટી બસના ડ્રાઇવરોને માર્ગ સલામતીના નિયમો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવા માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ ડ્રાઇવરોને સુરક્ષિત ડ્રાઇવિંગનું મહત્વ સમજાવી, માર્ગ અકસ્માતો નિવારવા માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે તમામ કર્મચારીઓને રોડ સેફટી અંગેના શપથ લેવડાવી માર્ગ સુરક્ષા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા પ્રતિજ્ઞાબદ્ધ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે. ડીંડોર, એઆરટીઓ કચેરી માંથી શ્રી ડી.બી. ધ્રાંગીયા તેમજ સંતરામપુર ડેપો મેનેજરશ્રી ખાસ તથા ડેપોના ડ્રાઇવરો અને અન્ય સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી માર્ગ સલામતી અભિયાનમાં સહભાગી થયા હતા.

Back to top button
error: Content is protected !!