MORBI:મોરબી આરટીઓ કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતરંગ વિવિધ સ્પર્ધા યોજાઈ

MORBI:મોરબી આરટીઓ કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતરંગ વિવિધ સ્પર્ધા યોજાઈ
મોરબી આરટીઓ કચેરી દ્વારા “માર્ગ સુરક્ષા,જીવન રક્ષા” સૂત્રને સાર્થક કરતી ચિત્ર, પોસ્ટર, નિબંધ અને કવિઝ સ્પર્ધા યોજાઈ
મોરબી, અત્રેની આરટીઓ કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ઉચ્ચત્તર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર, સ્લોગન, પોસ્ટર, નિબંધ અને કવિઝ સ્પર્ધાનું અદકેરું અને અનેરૂ આયોજન કરવામાં આવ્યું હતું, ટ્રાફિક સેન્સના અભાવે રોજ રોજ અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે અને એમનું અકાળે અવસાન થાય છે, બાલ્યકાળથી વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો જાણે,સમજે અને પાલન કરતાં થાય એ અત્યંત જરૂરી હોવાથી આ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,શરૂઆતમાં શાળા કક્ષાએ આ તમામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 1000 એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો એ પૈકી શાળા કક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓની આરટીઓ કચેરી ખાતે સ્પર્ધા યોજવામાં આવી હતી.કવિઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો માટેની પીપીટી તેમજ વીડિયો બતાવી હતી,ત્યારબાદ વિદ્યાર્થીઓને કવિઝ આરટીઓ અધિકારી આર.એ.જાડેજાએ કરાવી હતી,દરમિયાન આરટીઓ અધિકારીએ આર.કે. રાવલે બાળકો સાથે આવેલ વાલીઓ અને શિક્ષકોને ટ્રાફિક નિયમો વિશે અવેર કરતા હેલ્મેટ પહેરવાના ફાયદા, શીટબેલ્ટ બાંધવાના ફાયદાઓ જણાવ્યા હતા,ત્યારબાદ ભરતભાઈ વડગાસિયાએ લોક સાહિત્ય તેમજ હળવીશૈલીમાં માર્ગ અને સલામતી વિશે વાતો કરી હતી ત્યારબાદ નિબંધ સ્પર્ધામાં પ્રથમ હેંસી દિલીપભાઈ પરમાર,દ્વિતીય મૈત્રી હિતેશકુમાર કાંજીયા, તૃતીય જ્યોતિ વાઘજીભાઈ સોલંકી તેમજ ડ્રોઈંગમાં પ્રથમ દેવાંશી ભવિનભાઈ ગામી દ્વિતીય શ્રીના પારસભાઈ લિખિયા તૃતીય યેરેન તુલસી પરેશભાઈ, કવિઝમાં પ્રથમ પૂજા મહેશભાઈ ચાવડા, દ્વિતીય મિત એન.આશર, તૃતીય જીગ્સ અરવિંદભાઈ વગેરેને કલેકટર, કે.બી.ઝવેરી ડીવાયએસપી,પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત વગેરેના હસ્તે બેગ,રિસ્ટ વોચ,દિવાલ ઘડિયાળ,પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા, ભાગ લેનાર તમામ 1000 વિદ્યાર્થીઓને કીટ અર્પણ કરાઈ હતી,કલેટર ડીવાયએસપી તેમજ પ્રાંત અધિકારી વગેરે મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં સૌને માર્ગ સલામતી માટે કાળજી રાખવા ધ્યાન રાખી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું સ્પર્ધામાં નિર્ણયાક તરીકે સેવા આપનાર રાજેશ ગાંભવા, જયેશભાઈ વિસોડિયા, અભય ઢેઢી,બેચરભાઈ ગોધાણી, પ્રવીણભાઈ મેરજા વગેરેનું સન્માન કરાયું હતું,સમગ્ર કાર્યક્રમ માટે સ્વ નિર્ભર શાળા સંચાલકના કાર્યકર્તાઓ નિલેશભાઈ કુંડારિયા, હર્ષદભાઈ કાવર, બળદેવભાઈ સરસાવાડિયા,વગેરેએ ખુબજ સાથ સહકાર પૂરો પાડ્યો હતો સમગ્ર કાર્યક્રમને સકળ બનાવવા જિલ્લા આરટીઓ અધિકારી તપન મકવાણા, એઆરટીઓ આર.પી.પ્રજાપતિ, આર.એ.જાડેજા તેમજ તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.








