તાલુકા મથક હોવા છતાં ખેરગામમાં આજદિન સુધી સરકારી રમતગમતનું મેદાનની સુવિધા રમતપ્રેમીઓને મળી શકી નથી.આ મામલે ગામના આગેવાનોએ સરકારમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી રમતગમત માટે યોગ્ય મેદાન ફાળવવામાં આવ્યું નથી. પરિણામે સરકારી મોટા કાર્યક્રમો, રમતગમત મહોત્સવ તેમજ પોલીસ પ્રશાસનની પરેડ જેવા કાર્યક્રમો માટે પણ ખેરગામમાં કોઈ સરકારી મેદાન ઉપલબ્ધ નથી.ખેરગામમાં રમતગમતના વિકાસ માટે યુવાનો દ્વારા લાંબા સમયથી માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ અંગે ભૌતેશ કંસારા, ઈશ્વરભાઈ પટેલ અને આશિષભાઈ ચૌહાણ દ્વારા અનેકવાર સ્થાનિક ધારાસભ્ય નરેશભાઈ પટેલ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય કે જવાબ મળ્યો નથી.હાલમાં જ્યાં રમતગમતના ઉત્સવો તથા સરકારી કાર્યક્રમો યોજાય છે તે મેદાન ખાનગી માલિકીનું હોવાનું જણાવવામાં આવે છે. વર્ષોથી ત્યાં ક્રિકેટપ્રેમીઓ મેચો રમે છે, પરંતુ સરકારી હેતુઓ માટે કાયમી અને સ્વતંત્ર મેદાન ન હોવાને કારણે ખેરગામના ખેલાડીઓ અને યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.ખેરગામને પોતાનું સરકારી રમતગમતનું મેદાન ફાળવવાની માંગ હવે વધુ તીવ્ર બની છે. આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આ મુદ્દો મુખ્ય બનશે તેવી શક્યતા છે. યુવાનો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવી રહ્યું છે કે જો યોગ્ય સમયે નિર્ણય નહીં લેવાય તો આ પ્રશ્ન ચૂંટણીમાં સશક્ત રીતે ઉઠાવવામાં આવશે.
«
Prev
1
/
102
Next
»
કેન્દ્ર સરકાર સામે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગત્યનું માંગણીઓ મૂકવામાં આવી.