MEHSANA

વિજાપુર પિલવાઇ ખાતે ‘ સર્જન–સન્માન પુરસ્કાર (2024)’ સમારોહ યોજાયો

વિજાપુર પિલવાઇ ખાતે ‘ સર્જન–સન્માન પુરસ્કાર (2024)’ સમારોહ યોજાયો

oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ ખાતે નવનીત મોદી (ત્રિપદા હેલ્થકેર પ્રા.લિ.) પ્રેરિત ત્રિપદા ફાઉન્ડેશન તથા અસાઈત સાહિત્ય સભા, ઊંઝાના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ શેઠ જી.સી. હાઇસ્કૂલ, પિલવાઇ ખાતે આવેલા શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવનમાં ‘સર્જન–સન્માન પુરસ્કાર (2024)’ સમારોહ યોજાયો હતો.કાર્યક્રમની અધ્યક્ષતા ધારાસભ્ય સીજે ચાવડા તથા ત્રિપદા ફાઉન્ડેશનના ચેરમેન નવનીત મોદી યશોધર રાવલ કરી હતી. કાર્યક્રમ માં ધારાસભ્ય સી.જે. ચાવડા વિશેષ હાજરી આપી તેમણે પ્રસંગાનુરૂપ પ્રવચન આપતાં જણાવ્યું હતું કે સાહિત્ય સમાજનું અંતરાત્મા છે અને સર્જકો સમાજને સંવેદનશીલ અને દિશાસૂચક બનાવે છે. તેમણે આવા સન્માન સમારોહો નવી પેઢીના સર્જકોને પ્રોત્સાહન આપે છે તેમ ઉમેર્યું હતું.
અતિથિવિશેષ તરીકે અસાઈત સાહિત્ય સભાના અધ્યક્ષ સહિત કાર્યક્રમના નિમંત્રક ડૉ. વિનાયક શાં. રાવલ અને ડૉ. યશોધર હ. રાવલ (મેનેજિંગ ટ્રસ્ટી, અસાઈત સાહિત્ય સભા, ઊંઝા) રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ સાહિત્યવિધાઓમાં ઉત્તમ કૃતિઓ માટે સર્જકોને પુરસ્કાર અને સન્માન આપવામાં આવ્યા.
કવિતા વિભાગમાં હરદ્વાર ગોસ્વામી, હાદિર્ક વ્યાસ અને રક્ષા શુક્લા; ટૂંકી વાર્તામાં ધર્મેશ ગાંધી, અભિમન્યુ આચાર્ય અને કિશનસિંહ પરમાર; નવલકથામાં દેવાંગી ભટ્ટ, પારુલ બારોટ અને હેતલ મહેતા; નિબંધમાં યોગેશ વૈદ્ય, માવજી મહેશ્વરી અને પારુલ ખખ્ખર; તેમજ બાળવાર્તામાં હેતલ મહેતા, ગિરા પિનાકિન ભટ્ટ અને હસમુખ બોરાણિયા અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા
કાર્યક્રમ માં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!