NANDODNARMADA

નર્મદા : એકતાનગર ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

નર્મદા : એકતાનગર ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

 

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હવે માત્ર એક તહેવાર નથી પણ એક મહોત્સવ બની ગયો છે-રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬” યોજાયો હતો. જેનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિ., નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેને રાજ્યકક્ષાના મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફુગ્ગા ઉડાવીને પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. સરદારના સાંનિધ્યમાં રેવાના તીરે નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ની શાનદાર ઉજવણીમાં દેશ-વિદેશથી પધારેલ પતંગબાજોને કંકુ-તિલક કરીને આવકાર્યા હતાં.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે. જેમાં દેશ-વિદેશના પંતગબાજો ભાગ લેતા હોય છે. જેને દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે અને હવે તે માત્ર એક તહેવાર નથી પણ એક મહોત્સવ બની ગયો છે.

સરકારના સહયોગથી આ મહોત્સવ ગુજરાતના વિવિધ શહેરો અને ઐતિહાસિક સ્થળોએ 8મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી યોજાનાર છે. જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સહભાગીતા જોવા મળે છે. વધુમાં જણાવ્યું કે, પતંગ મહોત્સવ દરમિયાન પતંગ પ્રેમીઓ પોતાની કળાનું પ્રદર્શન કરે છે , જેનુ પ્રર્યટકો આનંદ માણતા હોય છે. વધુમાં ઉમેર્યુ કે, ગુજરાતના સુરત, ખંભાત અને નડિયાદનો માંજો અને દોરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જે રાજ્ય માટે ગૌરવની વાત છે.

 

નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, વર્ષોથી ચાલી આવેલી પરપંરાને અમદાવાદ સહિત એકતાનાગર ખાતે પણ પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જ્યાં દેશ-વિદેશના પતંગબાજો આવે છે. અને સ્થાનિકોનું દિલ જીતી લેતા હોય છે અને એક યાદગાર મહોત્સવ બની જાય છે. વધુમાં જણાવ્યું કે, ઉત્તરાયણના પર્વ પર લોકો પતંગ ચગાવવાની સાથે તલની ચીકી, સીંગની ચીકી, શેરડી, બોર, ઊંધિયું અને જલેબી જેવી વાનગીઓની મોજ માણે છે.

Back to top button
error: Content is protected !!