
તા.૧૧.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limdi:લીમડી મુકામે નવીન બની રહેલ CDT બિલ્ડીંગનુ ઈન્ચાર્જ CDPO મીનાબેન ડાંગી દ્વારા સ્થળ મુલાકાત કરાઈ
લીમડી મુકામે નવીન નિર્માણાધીન CDT બિલ્ડીંગની ઈન્ચાર્જ CDPO મીનાબેન ડાંગી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન નિર્માણ કાર્યની પ્રગતિ, ગુણવત્તા અને કામગીરીની વિગતો અંગે ચકાસણી કરવામાં આવી.ઈન્ચાર્જ CDPO દ્વારા સંબંધિત કર્મચારીઓને કામ સમયસર અને ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. CDT બિલ્ડીંગ પૂર્ણ થયા બાદ ICDS અંતર્ગત માતા અને બાળ કલ્યાણ સંબંધિત કામગીરીને વધુ સુગમતા મળશે





