
ફૈઝ ખત્રી… શિનોર
શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલી શિનોર જૂથ પાણી પુરવઠા યોજનાની આજે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે મુલાકાત લીધી હતી. સાધલી ખાતે આવેલા શિનોર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત મેન હેડવર્ક ખાતે કાર્યરત 13.50 એમએલડી ક્ષમતાવાળા ફિલ્ટર પ્લાન્ટ તથા સબ હેડવર્કની મંત્રીએ સ્થળ પર જઈને તપાસ કરી હતી.
મંત્રી ઈશ્વર પટેલે ફિલ્ટર પ્લાન્ટની કામગીરીનું નિરીક્ષણ કરી પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા, પુરવઠાની વ્યવસ્થા તથા યોજનાની કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે યોજનાની સુચારુ કામગીરી પર ભાર મૂક્યો હતો.
આ મુલાકાત દરમિયાન શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ.સોનલ વસાવા, અધિક્ષક ઇજનેર, જયદીપસિંહ ડોડીયા, કાર્યપાલક ઇજનેર, આર.બી. જા, કાર્યપાલક ઇજનેર તેમજ સાધલીના સરપંચ સહિત અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




