AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2016-17 થી સતત સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સભાસદ ભાઈઓ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.એ જ રીતે આ વર્ષે પણ સુબીર તાલુકાના બરડીપાડા ગામે આવેલ ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.જેનું ઉદ્ઘાટન સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શામજીભાઈ પવાર અને બરડીપાડા શાળાના આચાર્ય સોનુભાઈનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.ઉદ્ઘાટન કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી વિહંગ પટેલ,રાજ્ય કારોબારી સભ્ય સુનીલભાઈ ગામીત,શિક્ષક ધિરાણ મંડળીનાં ઉપપ્રમુખ મુકેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો.ટુર્નામેન્ટમાં તાલુકાના તમામ કેન્દ્રોમાંથી સૌ શિક્ષકોએ ભાગ લઈ પોતાના કેન્દ્ર ની ટીમ મેદાને ઉતારી હતી.સૌએ ખેલદિલીપૂર્વક આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ એકતા અને સંગઠન ભાવનાના દર્શન કરાવ્યા હતા. અને ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ ખૂબ રસાકસીભરી જોવા મળી હતી.મહાલ કેન્દ્રમાંથી મિત્તલ પટેલ અને સિંગાણા કેન્દ્રમાંથી  વિમલભાઈ પટેલની ટીમ વચ્ચે રોચક મુકાબલો થયો હતો જેમાં મહાલ દ્વારા 21 રનનો સ્કોર કરી સિંગાણા કેન્દ્રની ટીમને 22 રન નો ટાર્ગેટ આપ્યો હતો.બન્ને ટીમમાં હોનહાર ખેલાડીઓ વચ્ચે છેલ્લા બોલ સુધી પરિણામ નક્કી કરી ના શકાય એવી ક્ષણ વચ્ચે મહાલ ટીમ વિજેતા થઈ હતી.મિત્તલ પટેલને બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેટ્સમેન તરીકે પણ સન્માનિત થયા હત.અહી  કુલ-5 ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.મેદાન પર કમલેશભાઈ, હેમંતભાઈ, ગૌરાંગભાઈ, મનશુભાઈ, અર્જુનભાઈ, ભૈરવસિંહ,જીતેશભાઈ  સહીતનાં શિક્ષક ખેલાડીઓએ પણ એમની રમતને નિખારી હતી.અહી સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો કારોબારી સભ્ય, કેન્દ્ર શિક્ષક,મુખ્ય શિક્ષક તેમજ સૌ શિક્ષકો ખુબ ઉત્સાહપૂર્વક આયોજનમાં સહભાગી થયા હતા.રાહુલ ગામીત આંતરિક અન્વેષક દ્વારા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી.આ ટૂર્નામેન્ટમાં અભિષેક ગામીત(બરડીપાડા) ની ટીમ દ્વારા ટુર્નામેન્ટનું તમારા સંચાલન કર્યું હતું એ બદલ મહામંત્રી જયરાજ પરમાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..

Back to top button
error: Content is protected !!