TANKARA:ટંકારામાં જગતગુરુ રામાનંદાચાર્યજી ના જન્મ મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરી.

TANKARA:ટંકારામાં જગતગુરુ રામાનંદાચાર્યજી ના જન્મ મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરી.
ભારતના ગામડે ગામડે ભગવાન રામની પૂજા શરૂ કરાવનાર હિન્દુ ધર્મ ઉદ્ધારક પરમ પૂજ્ય જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની 726 મો જન્મ ઉત્સવ ખાખી મંદિર ખાતે ટંકારા તાલુકાના વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ એ એકત્ર થઈ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગુરુપૂજન,સમૂહ હનુમાન ચાલીસા પાઠ, ગત વર્ષે ઉચ્ચ કારકિર્દી મેળવેલ તેજસ્વી તારલાઓનું સન્માન ધર્મસભા અને અંતમાં સમૂહપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ. આ વર્ષે મહાપ્રસાદ ના દાતા ટંકારા નિવાસી પ્રવીણચંદ્ર વજેરામદાસ કુબાવત હતા. તથા શીલ્ડના દાતા રવિભાઈ વનમાળીદાસ રામાનુજ હતા. આ કાર્યક્રમ પ્રાસંગિક પ્રવચન સુરેશભાઈ નિમાવત મંત્રી નરેન્દ્રભાઈ કુબાવત તથા મીતાણા નિવાસી કવિ તુલસીદાસજીએ કરેલ.સમૂહપ્રસાદ લઇ સૌ જય રામાનંદ ના નારાનો જયઘોષ કરાવ્યો હતો.
જય સીયારામ







