GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન

MORBI:મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન

 

 

મોરબીના કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ યોજાયો

મોરબીના બઢતી પામેલ પાટીદાર કર્મયોગી એવા ટીપીઈઓ ધર્મેન્દ્ર જીવાણીનું વિશિષ્ટ સન્માન કરાયું

મોરબી તાલુકામાં કર્મયોગી તરીકે ફરજ બજાવતા કડવા પાટીદાર પરિવારના બંધુ ભગીનીઓનું ગ્રૂપ *શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમ* દ્વારા સમાજમાં એકતા અને એકજુટતાની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહ* નું અદકેરું દેદીપ્યમાન આયોજન રવાપર ઘુનડા રોડ પર આવેલ દ્વારકાધીશ ફાર્મ ખાતે સામાજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો
મોરબીના કડવા પાટીદાર સમાજ ના શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અદકેરા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ સમારોહમાં પાટીદાર શિક્ષક સમાજના ફાઉન્ડર સંદીપભાઈ આદ્રોજા, મનોજભાઈ પનારા મેન્ટોર પાટીદાર યુવા સંઘ, ડો.મનુભાઈ કૈલા ઉમિયા સમૂહ લગ્ન સમિતિ,જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દિનેશભાઈ વડસોલા, પ્રાંત સંગઠન મંત્રી હિતેષભાઈ ગોપાણી,જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલા મુખ્ય શિક્ષક સંઘના મંત્રી મુકેશભાઈ મારવણીયા ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા, ઉમિયા સમાધાન પંચના કે.વી.આદ્રોજા, ઉમિયા મેડિકલ સેવાના ડો.ભાલોડીયા ઉમિયા સિનિયર સીટીઝન ક્લબના પ્રમુખ ભાણજીભાઈ આદ્રોજા, ડો.ભાવેશભાઈ જેતપરિયા વગેરેની ખાસ ઉપસ્થિત રહી ઉમિયા સર્વિસ કલાસ ફોરમના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું.

સમારોહની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિ દ્વારા કરવામાં આવી. સર્વે મંચસ્થ મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પિત કરી આવકારવામાં આવ્યા. શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા દ્વારા થયું. ત્યારબાદ દિનેશભાઈ વડસોલાએ ફોરમની સ્થાપનાના બીજ ઈ. સ.1998 માં બીજ રોપાયા અને ઈ.સ.2001 માં વટવૃક્ષ બન્યું ત્યારથી માંડી અત્યાર સુધી આ સત્યાવીસમાં વાર્ષિક સમારોહ સુધી ફોરમ દ્વારા થયેલા કાર્યો,ગતિ,ગરિમા વિશે માહિતી આપી કડવા પાટીદારોની વિવિધ સંસ્થાઓ વિશે એમની કાર્યપ્રણાલી વિશે વાતો કરી હતી અને શિક્ષક તરીકે કોઈને કોઈ સંસ્થામાં સક્રિય યોગદાન આપવા જણાવ્યું હતું,તેમજ ભાણજીભાઈ આદ્રોજા, ડો.ભાવેશભાઈ જેતપરિયા ડો.ભાલોડિયા,મનોજભાઈ પનારા,ડો.મનુભાઈ કૈલા વગેરેએ સંગઠનની તાકાત, શક્તિ, મહાત્મીય વર્ણવ્યું હતું. આમ મંચસ્થ મહાનુભાવોએ પ્રેરણાદાયી વક્તવ્યો આપીને સૌની પીઠ થાબડી હતી, સમારોહ અંતર્ગત ઘો.10, ઘો.12 તેમજ મેડિકલના MBBS,M.D.ના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ હાલમાં કલાસ-2 એવા ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણણાધિકારી ધર્મેન્દ્રભાઈ જીવાણી તેમજ અન્ય બઢતી પામેલ કર્મયોગીનું મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન થયું. બઢતી પામેલ કર્મયોગીઓનું સન્માન, નિવૃત્ત થયેલાનું નિવૃત્તિ વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું.શિલ્ડ અને સન્માનપત્રના આજીવન કાયમી દાતા તરીકે સ્વ.ગોવિંદભાઈ જેરાજભાઈ એરણિયા તથા ચંદુભાઈ કુંડારીયા તલાટીકમ મંત્રીશ્રીઓ રહ્યાં.આભારદર્શન હર્ષદભાઈ મારવણીયા દ્વારા થયું.


આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ ઝાલરીયા, મુકેશભાઈ મારવાણિયા,અશ્વિન એરણિયા,જીજ્ઞેશ રાબડીયા, ગિરીશ કલોલા, રમેશ કાલરીયા, શૈલેષ કાલરીયા,અશ્વિન દલસાણીયા, શશીકાંત ભટાસણા,અશોક વસિયાણી, રાજેશ મોકાસણા,કિરણ કાચરોલા, જીજ્ઞેશ રાબડીયા તેમજ ફોરમના મંત્રી ઘનશ્યામભાઈ કુંડારિયા, જીતેન્દ્રભાઈ ગરમોરા, સવજીભાઈ અઘારા,રમેશભાઈ બૂડાસણા, મનસુખભાઈ કૈલા, નરેન્દ્રભાઈ ઝાલરીયા, મનસુખભાઈ ભાડજા, સંદીપભાઈ આદ્રોજા, ચંદુભાઈ કુંડારિયા વગેરે સૌ સમિતિ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારંભનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયા હર્ષદભાઈ મારવણીયા ,રાજેશભાઈ મોકાસણા દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!