MEHSANAMEHSANA CITY / TALUKO

સમૌમાં છબીલા હનુમાનદાદાના મંદિરનો યોજાયો ભવ્ય પાટોત્સવ

ગ્રામજનોએ 5555 દીવડાથી કરી ભવ્ય સમુહ આરતી

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર

માણસા તાલુકાના સમૌ ગામે હનુમાનજી મંદિરના પાટોત્સવના પવિત્ર દિવસે આ પંથકનું સુપ્રસિદ્ધ છબીલા હનુમાન દાદાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. દાદાનાં પાટોત્સવ નિમિત્તે ગ્રામજનો દ્વારા વર્ષો વર્ષની પરંપરા મુજબ સમગ્ર ગામમાં અણુજો રાખવામાં આવે છે. જ્યારે આ દિવસે ગામના તમામ ગ્રામજનો પોતાના નોકરી,ધંધા તેમજ વાહનો બંધ રાખતાં હોય છે. તેમજ ગામમાં રહેતા પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ ભરાવતા નથી અને ગામના લોકોએ આ દિવસે નજીકની વિવિધ સંસ્થાઓમાં દૂધનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું. ત્યારે આજે મંદિરનાં પાટોત્સવ નિમિત્તે ગ્રામજનો તથા મંદિરના વહીવટી ગણ દ્વારા જણાવ્યા મુજબ દાદાને અન્નકૂટ અને શણગાર કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો.

માણસા તાલુકાના સમૌ ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી છબીલા હનુમાનજી મંદિરનો ભવ્ય પાટોત્સવ નિમિત્તે અલગ અલગ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ નિમિત્તે અંદાજિત 25 હજારથી વધુ જનમેદની શ્રી છબીલા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ઉમટી પડી હતી. ગ્રામજનો અને દર્શનાર્થીઓ માટે આ દિવસનું સવિશેષ મહત્વ ગણવામાં આવે છે. સાથે સાથે અલગ અલગ જગ્યાએથી શ્રદ્ધાળુઓ સંઘ લઈને દાદાના મંદીરે દર્શન કરવા માટે ઉમટી પડયા હતા.અને આ દિવસે સવારે મંગળા આરતી બાદ સવારથી જ શ્રી છબીલા હનુમાનજી દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.અને દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે સંગીતમય સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તદુપરાંત અંદાજિત 10 ડબ્બા ઘીનો મહાપ્રસાદ દર્શનાર્થીઓ તથા ગ્રામજનોને વિતરણ કરવામાં આવ્યો હતો. બહારથી આવેલા દર્શનાર્થીઓ માટે અને ગ્રામજનો માટે શ્રી છબીલા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફ્થી સમગ્ર દિવસ દરમિયાન ભોજન પ્રસાદ લેવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સાંજે 6:30 કલાકે મંદિરનાં જ પરિસરમાં ૫૫૫૫ દીવડાની ભવ્ય સમૂહ આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ.અને એ જ કાર્યક્રમની પુર્ણાહુતી પછી તરત જ ભવ્યાતી ભવ્ય આતશબાજી સાથે દર્શનાર્થીઓએ પ્રખ્યાત કલાકાર વિશાલ હાપોર તેમજ જીગર સમૌ દ્વારા ગવાયેલ ગીતો ” ભગવાન રામ લક્ષ્મણ વાતે વળ્યા ” તેમજ ” શ્રી છબીલા હનુમાન તમે નકશા નોખા ઘડ્યા ” ગીતનું ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અને ગ્રામજનો દ્વારા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પ્રખ્યાત કલાકાર અનુપસિંહ વાઘેલા દ્વારા સંતવાણીથી હનુમાનજી દાદાનાં ચરિત્રોનું રસપાન કરાવ્યું હતું.

Screenshot

Back to top button
error: Content is protected !!