BANASKANTHAGUJARATPALANPUR

આઇસીડીએસ પાલનપુર ઘટક- ૧ દ્વારા કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

12 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આઇસીડીએસ કચેરી પાલનપુર ઘટક- ૧ દ્વારા જામપુર પ્રાથમિક શાળા પાલનપુર ખાતે કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને પુર્ણા યોજના વિશે માહિતી અપાઈ. આયર્નની ગોળીનું મહત્વ, પુર્ણા શક્તિ પેકેટના ઉપયોગ અને તેના ફાયદા, તેમજ અંગત સ્વચ્છતા અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિષયક જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓ દ્વારા પુર્ણા યોજના અંતર્ગત પતંગનું સુશોભન કરવામાં આવ્યું હતું. કિશોરીઓનું BMI, વજન, ઊંચાઈ તેમજ હિમોગ્લોબિન (HB) ચેક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ ઉત્તમ HB ધરાવતી અને સુંદર પતંગ સુશોભન કરનાર કિશોરીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સીડિપીઓશ્રી ડિમ્પલ પંચાલ, આઇસીડીએસના સુપરવાઇઝરશ્રીઓ, પીએસઇ સ્ટાફ, એફએચડબલ્યુ, આરોગ્ય વિભાગના સુપરવાઇઝર, આઇસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!