MEHSANAVIJAPUR

વિજાપુર આઇસીડીએસ દ્વારા ‘પૂર્ણા ઉડાન–2026’ની ઉજવણી, કિશોરીઓ માટે રાસ-ગરબા અને પતંગોત્સવ યોજાયો

વિજાપુર આઇસીડીએસ દ્વારા ‘પૂર્ણા ઉડાન–2026’ની ઉજવણી, કિશોરીઓ માટે રાસ-ગરબા અને પતંગોત્સવ યોજાયો

oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આઇસીડીએસ વિભાગ દ્વારા નવીન તાલુકા પંચાયતના પટાંગણ ખાતે ‘પૂર્ણા ઉડાન–2026’ કાર્યક્રમ અંતર્ગત વિજાપુર અને કુકરવાડા ઘટક-૧ અને ૨ના સંયુક્ત ઉપક્રમે પૂર્ણ ઉડાનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાસ-ગરબા તેમજ પતંગોત્સવ યોજાતા ઉજવણીમય માહોલ સર્જાયો હતો.
oppo_0
યુઆ અવસરે કિશોરીઓના આરોગ્યને ધ્યાનમાં રાખી તેમની હીમોગ્લોબિન તપાસ કરવામાં આવી હતી. ‘પૂર્ણા ઉડાન’ કાર્યક્રમનો વ્યાપક પ્રસાર-પ્રચાર થાય તે હેતુ સાથે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે કિશોરીઓને આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
oppo_2
યુકાર્યક્રમ દરમિયાન સીડીપીઓ દ્વારા ‘પૂર્ણા ઉડાન’ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. અધિકારી ગઝલ કે. દેસાઈ તથા વિશાખાબેન મકવાણાએ કિશોરીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી અને ઉજવણીને સફળ બનાવી હતી.

Back to top button
error: Content is protected !!