ANANDANAND CITY / TALUKO

આણંદમાં પતંગની દોરીથી યુવતીનું ગળું કપાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લય જય તાત્કાલિક સારવાર આપવામાં આવી

આણંદમાં પતંગની દોરીથી યુવતીનું ગળું કપાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લય જય તાત્કાલિક સારવાર આપવામાં આવી.

 

તાહિર મેમણ – આણંદ 12/01/2026 – આણંદ ઉલ્લેખનીય છે કે ઉતરાયણ નજીક આવતા ની સાથે પતંગ ની દોરી થી ગળું કપાવાના તેમજ ઊંચાઈ પર થી પડી જવાના કિસ્સાઓ માં રાજ્યભર માં વધારો જોવા મળે છે. તેવી જ રીતે આણંદ માં પણ પતંગની દોરીથી ગળું કપાવવાના 108 એમ્બ્યુલન્સ માં કેસ ની સંખ્યા વધી જવા પામે છે આવો જ એક કેસ આજે નોંધાયો છે આણંદમાં, જેમાં સાંગોડપુરા વિસ્તાર આણંદ માં રહેતી એક 15 વર્ષીય કિશોરી એક્ટિવા લઈ ને જઈ રહી હતી ત્યારે અચાનક પતંગ ની દોરી પડતા ગળા ના ભાગે ઇજા થઈ હતી તેથી તેને આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

ત્યાંથી ઇજા ગંભીર હોવાથી તેને કરમસદ ખાતે શિફ્ટ કરવા માટે નજીક ની ૧૦૮ એમ્બ્યુલન્સને કેસ અસાઈન કરવામાં આવતા ટાઉનહોલ આણંદ ૧૦૮ એમ્બ્યુલન્સ ઉપર ફરજ પર હાજર પાયલોટ અનિલભાઈ રોહિત અને ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન અંકુર દેસાઈ પેશન્ટને આણંદ ની સિવિલ હોસ્પિટલ થી લઈ ને શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ઝડપ થી સારવાર આપી ને સહી સલામત શિફ્ટ કરેલ હતા, જેને લઈ ને કિશોરીના પરિવારે 108 એમ્બ્યુલન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!