GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – 2026 ઓશન્સ ઓફ ઓપર્ચ્યુનિટી – બ્લ્યુ એનર્જી, ગ્રીન ફ્યુચર વિષયક સી.ઈ.ઓ. રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ

તા.૧૨/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં નિયરશોર પવન ઊર્જામાં અંદાજે 3,000 મેગાવોટની ઊર્જા ક્ષમતા

જી.પી.સી.એલ. દ્વારા નિયરશોર વિન્ડ એનર્જીનો 50 મેગાવોટનો પાયલટ પ્રોજેક્ટ

Rajkot: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ સૌરાષ્ટ્રના શુભારંભ બાદ મારવાડી યુનિ. કેમ્પસ ખાતે ‘ઓશન્સ ઓફ ઓપર્ચ્યુનિટી – બ્લ્યુ એનેર્જી, ગ્રીન ફ્યુચર વિષયક’ સી.ઈ.ઓ. રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ હતી.

ગુજરાત સરકારના એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારના વડપણ હેઠળ આયોજિત રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતની વિશાળ દરિયાઈ પટ્ટીને ધ્યાનમાં રાખી નિયરશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સની સંભાવનાઓ અંગે વિન્ડ એનર્જી કંપનીના સી.ઈ.ઓ સાથે બેઠક યોજાઈ હતી.

નિયરશોર પવન ઊર્જા ગુજરાત માટે વિકસિત ભારત @ 2047ના લક્ષ્યને આગળ ધપાવવાની તેમજ ભારતના નેટ-ઝીરો વિઝનને મજબૂત બનાવવા માટે એક વ્યૂહાત્મક તક પ્રદાન કરે છે. રાજ્યના વિશાળ દરિયાકાંઠા અને નવનીકરણીય ઊર્જામાં આગેવાનીનો લાભ લઈને, સ્વચ્છ અને સસ્તી વીજળી પૂરી પાડતા તેમજ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપતા સ્કેલેબલ પ્રોજેક્ટ્સ વિકસાવવા ગુજરાતને આગેવાની લેવા બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા હકરાત્મક અભિગમ દર્શાવાયો હતો.

બેઠકમાં નિયરશોર પ્રોજેક્ટ અમલીકરણ માટે ઓનશોર પવન ટર્બાઇન ટેકનોલોજીનું રૂપાંતરણ, કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને ખર્ચ-અસરકારકતા, નિયરશોર સાઇટ્સ પર ક્રેન અને સ્થાપન સાધનોના પરિવહન માટે વિશેષ બાર્જીસની વ્યવસ્થા કરવામાં શિપબિલ્ડર્સની ભૂમિકા, નિયરશોર પવન ટર્બાઇનોની સુરક્ષિત અને કાર્યક્ષમ સ્થાપના માટે જરૂરી અદ્યતન ક્રેન ટેકનોલોજી, ઓનશોરથી નિયરશોર પવન ઊર્જા અમલ તરફ સરળ પરિવર્તન સુનિશ્ચિત કરવા માટેના મુખ્ય પડકારો અને વ્યવહારુ ઉકેલો અંગે મંતવ્ય રજુ કરવામાં આવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL) દ્વારા મહુવા ખાતે 50 મેગાવોટનો નિયરશોર પવન ઊર્જા પ્રોજેક્ટ વિકસાવવાની શરૂઆત કરવામાં આવી છે.

આ બેઠકમાં ગુજરાત પેટ્રોકેમિકલ્સના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અજય પ્રકાશ સહિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકનું મોડરેશન શ્રી જિત મેનને કર્યું હતું.

Back to top button
error: Content is protected !!