
લુણાવાડા તાલુકાની દલવાઈ સાવલી પ્રા.શાળા, પગીયા ની મુવાડા, ઘોડા ના મુવાડા પ્રાથમિક શાળા ના બાળકો ને દલવાઈ સાવલી ગામ ના સરપંચ પ્રતિનિધિ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ, રાહુલસિંહ ચૌહાણ દ્વારા સ્વેટર વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
જેમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના સરકારી સિન્ડિકેટ સભ્ય પ્રોફેસર હર્ષ દવે, લુણાવાડા તાલુકા ના ક્ષત્રિય ઠાકોર સેના ના હોદેદારો કાર્યકર મિત્રો શહેર ઠાકોર સેના પ્રમુખશ્રી કેતનભાઈ ડોડીયાર #દલવાઈસાવલી ગામ ના વડીલો, વકીલ શ્રી જગદીશભાઈ, અજિત ભાઈ, સોમ સિંહ, શિક્ષકો ગ્રામજનો માતાઓ બહેનો ગામ ના યુવાનો ની હાજરી માં સ્વેટર વિતરણ કર્યું જે એક અદભુત ક્ષણ હતી. નાના ભૂલકાઓ ના શિક્ષણ માટે બાળકો ને શૈક્ષણિક કીટ આપી તમામ બાળકો ને પ્રોત્સાહિત કર્યા ગામ માં થી પધારેલા તમામ વડીલો ને શાલ આપી સન્માન કરવાનો અનેરો અવસર હતો,
આ પ્રસંગે પ્રોફેસર હર્ષ ભાઈ દવે ઘ્વારા વિધા દાન ને સર્વોત્તમ દાન કહ્યું અને વ્યસન મુક્ત રહેવા અને ખૂબ આગળ અભ્યાંસ કરવા વિધાર્થીઓ ને આહવાન કર્યું. આભારવિધિ ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ ઘ્વારા કરવામાં આવી.
આ પ્રસંગે બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.




