
તા.૧૨.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના સીટી ગ્રાઉન્ડ ખાતે સિંધુ શક્તિ સંગઠન યોજાયેલી ZPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં સરદાર પટેલ ઇલેવન ટીમ વિજેતા બની
દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સિંધુ શક્તિ સંગઠન ZPL ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન થયો છે. ફાઈનલના રસાકસીભર્યા મુકાબલામાં સરદાર પટેલ ઇલેવન ટીમે બાજી મારી વિજેતાનો તાજ પોતાના નામે કર્યો છે.દાહોદમાં રમતગમત પ્રત્યે યુવાઓમાં ઉત્સાહ વધે અને સમાજના પ્રતિભાશાળી ખેલાડીઓ સ્ટેટ કે નેશનલ લેવલ સુધી પહોંચી શહેરનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુ સાથે અવારનવાર વિવિધ ખેલ સ્પર્ધાઓ યોજાતી હોય છે. તાજેતરમાં જ સાંસદ ખેલ સ્પર્ધામાં યુવાઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યા બાદ, હવે સીટી ગ્રાઉન્ડ ખાતે સિંધુ શક્તિ સંગઠન દ્વારા આયોજિત ZPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવાનોનો ભારે જોશ જોવા મળ્યો હતો.છેલ્લા કેટલાય દિવસોથી સીટી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં રવિવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો. ફાઈનલ મેચમાં બે મજબૂત ટીમો સામસામે ટકરાઈ હતી. આ રસાકસીભર્યા મુકાબલામાં અંતે સરદાર પટેલ ઇલેવનની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો.મેચના અંતે વિજેતા બનેલી સરદાર પટેલ ઇલેવન અને રનરઅપ ટીમને સમાજના મહાનુભાવોના હસ્તે આકર્ષક ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં ખેલદિલીની ભાવના કેળવવી અને ભવિષ્યમાં તેઓ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે તે માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો છે





