
તા.૧૨.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડાના ઠાકર મંદિર મોટા હાથીધરા ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને આગંણવાડી વર્કર બહેનો ની મિટિંગ યોજાઇ
દાહોદ :જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને લીમખેડા ઘટક ૧ ના તમામ આંગણવાડી કાર્યકર બેનો ની મિટિંગ યોજાઈ.જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ એ આંગણવાડી કેન્દ્રોની વિઝીટ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કુપોષણ અને આંગણવાડી કેન્દ્રો નિયમિત ખુલે આંગણવાડી કાર્યકરને કુપોષિત બાળકોના પોષણ સ્તર માં સુધારો લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સમયસર કામગીરી થાય એ બાબતે ભાર પૂર્વક સૂચના આપવામાં આવી હતી વધુમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ એ જણાવ્યું કે લાભાર્થીઓની એન્ટ્રી પોષણ સંગમ યોજનાના અમલીકરણ બાબતે, સર્વે મુજબના તમામ લાભાર્થીઓની પોષણ ટ્રેકરમાં નવા લાભાર્થીઓને નોંધણી, આધાર મેચિંગ,આંગણવાડી વિઝીટ વિગેરે બાબતે કામગીરી પૂર્ણ કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા સુચના આપવામાં આવી. કામગીરી સંતોષકારક ન જણાય તો સંબંધિત કર્મચારીને ફરજ મુક્ત કરવા અગાઉથી જાણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતીલીમખેડા તાલુકાના તમામ આંગણવાડી કાર્યકર બહેનોને આઈ.સી.ડી. એસ અંતર્ગત ચાલતી સરકારની તમામ યોજનાઓનો મહત્તમ લાભ લેવા સાથે સરકારની તમામ યોજનાના લાભ લાભાર્થીઓને આપવા માટે માર્ગદર્શન અને તેમજ આગંણવાડી વર્કર બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા





