DEESA
ભીલડી તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભીલડી તાલુકા ની કારોબારી બેઠક યોજાઈ….
ભીલડી તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભીલડી તાલુકા ની કારોબારી બેઠક યોજાઈ.... તાજેતર માં બનાસ કાંઠા. પાટણ. વાવ થરાદ ત્રણ જિલ્લાના ઠાકોર સમાજ ના બંધારણ નું મહાસંમેલન દીયોદર ના ઑગડથળી ખાતે યોજાયેલ જેના અમલીકરણ માટે ઠાકોર સમાજ ના આગેવાનો દ્વારા ઠેર ઠેર મીટીંગો કરી ને ઠાકોર સમાજ નું બંધારણ અમલમાં આવે તે માટે સક્રિય બની ને પ્રયત્નો કરવા આવી રહ્યાં છે.જેના અનુસંધાને જૂની ભીલડી રામદેવપીર મંદિર ખાતે ઠાકોર સમાજ ની મીટીંગ રાખવા માં આવી હતી. જેમાં ક્ષત્રિય ઠાકોર સેના ના ઝોન પ્રમુખ્ રામાજી ઠાકોર, જીલા ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રમુખ ડી.ડી.ઝાલેરા ,પ્રદેશ ઠાકોર ક્ષત્રિય સેનાના મંત્રી મુકેશજી ઠાકોર ,ભીલડી સિનિયર પત્રકાર કંચનજી ઠાકોર, ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ સુખદેવ ઠાકોર, જૂની ભીલડી ના સરપંચ દિપકજી ઠાકોર,ભીલડી ઠાકોર ક્ષત્રિય સેના ના પ્રમુખ રાહુલજી ઠાકોર, વાહરા ગામના પૂર્વ સરપંચ અલ્પેશજી ઠાકોર, વાહરા ગામ સમિતિના પ્રમુખ પારજી ઠાકોર, વાહરા ગામના ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ લાડજી માલોતરીયા, તાલેગંજ પ્રમુખ દિનેશભાઈ સોલંકી, મંત્રી પ્રવિણજી સોલંકી, મહામંત્રી પ્રકાશજી ઠાકોર, બકાજી ભીલડી, રણજીતજી ઠાકોર,મુકેશજી ઓઠવા વિગેરે હાજર રહ્યા હતા અને આગામી 26 જાન્યુઆરીની રાત્રે ગાંધીનગર ખાતે યોજાનારી ઠાકોર સમાજ મહાસભાની તૈયારીના ભાગરૂપે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક મહત્વપૂર્ણ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં પ્રદેશ સંગઠન મંત્રી મુકેશ ઠાકોર, જિલ્લા પ્રમુખ ડી.ડી જાલેરા, ઝોન પ્રમુખ રામભાઈ ઠાકોર, ભીલડી 22 ઝોન કાર્યકર્તા સરપંચો ડેલિકેટો અને સામાજિક કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણને પ્રાથમિકતા, સમાજના મજબૂત બંધારણ, યુવાનોને દિશા આપવી અને સંગઠનને વધુ સશક્ત બનાવવાના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી. સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને સેના ના જવાબદાર સભ્યોની ઉપસ્થિતિમાં એકતા, સંકલ્પ અને સમર્પણનો ઉમંગ સ્પષ્ટ જોવા મળ્યો. આ બેઠક ઠાકોર સમાજને નવી દિશા અને નવી ઉર્જા આપનારી સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો તસવીર અહેવાલ - ભરત ઠાકોર ભીલડી







