GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાના ફ્લધરા ખાતે આદિવાસી સંસ્કૃતિનો ભવ્ય સંગમ:આદિવાસી આંગણે-૨૦૨૬’ ઉત્સવ ઉત્સાહભેર યોજાયો…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના ફ્લધરા ખાતે આવેલ પવિત્ર શ્રી પુરનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ડો. હેમંત પટેલ દ્વારા આયોજિત ‘આદિવાસી આંગણે-૨૦૨૬’ ઉત્સવ અત્યંત ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની પરંપરા, કલા અને સંસ્કૃતિના દર્શન થયા હતા. ​આ સાંસ્કૃતિક મહોત્સવમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

તેમની સાથે વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ,પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ અને ધરમપુર ના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ વિશેષ હાજરી આપી હતી,કાર્યક્રમ મા ઉપસ્થિત મંત્રીશ્રી,સાંસદશ્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષએ આદિવાસી સમાજના વિકાસ અને તેમની પરંપરાગત કલાને પ્રોત્સાહન આપવા અંગે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને ​આ આયોજન બદલ સ્થાનિકોએ ડો. હેમંત પટેલ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉત્સવે સમાજમાં એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ ફેલાવ્યો છે.કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની વિસરાતી જતી સંસ્કૃતિને ઉજાગર કરવાનો અને નવી પેઢીને તેનાથી અવગત કરવાનો હતો, ફ્લધરા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો,માતાઓ અને બહેનો આ ઉત્સવમાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!