
નર્મદા : ભાજપ સરકારે મનરેગા યોજનાનું નામ બદલતા કોંગ્રેસ દ્વારા રાજપીપલા ખાતે ધારણા પ્રદર્શન અને વિરોધ
રાજપીપળા જુનેદ ખત્રી
હાલમાં જ ભાજપ સરકાર દ્વારા મનરેગા યોજના નું નામ બદલીને વિબીજી જીરામજી યોજના કરી દેવામાં આવ્યું છે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપલા ના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરીને આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ઉપરાંત ભાજપ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપે કોંગ્રેસની યોજનાઓના નામ બદલ્યા છે અને જનતાના કરોડો રૂપિયાનો વેડફાટ કર્યો છે અને મહાત્મા ગાંધીજીના નામે ચાલતી યોજનાનું નામ બદલતા કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યા છે




