WAKANER:વાંકાનેર તાલુકાના કોઠારીયા પ્રાથમિક શાળા ના આચાર્યની બદલી થતા શાળા પરિવાર દ્વારા વિદાયમાન યોજાયો.

WAKANER:વાંકાનેર તાલુકાના કોઠારીયા પ્રાથમિક શાળા ના આચાર્યની બદલી થતા શાળા પરિવાર દ્વારા વિદાયમાન યોજાયો.
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં છેલ્લા 28 વર્ષથી પોતાની શિક્ષણની સુવાસ ફેલાવતા આચાર્યશ્રી હિમાંશુભાઈ જેતપરિયા સાહેબની બદલી થતાં વિદાયમાં કાર્યક્રમ યોજાયો.
કોઠારીયા ગામની બે પેઢીને શિક્ષિત કરી ઉચ્ચ કારકિર્દી સુધી પહોંચાડનર એવા શિક્ષક દંપતિ હિમાંશુભાઈ જેતપરિયા અને દર્શનાબેન સરડવા ને આજે કોઠારીયા કુમાર શાળા, કોઠારીયા કન્યાશાળા તથા નવા કોઠારીયા પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે આજરોજ કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષક દયારામ સાહેબ તથા ઝાલા સાહેબની ખાસ ઉપસ્થિતિ રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા કુમાર શાળાના આચાર્ય કિશોરભાઈ રોહડીયા, ભરતભાઈ કાનાણી, અમૃતભાઈ મસોત, કોટડીયા સેજલબેન તથા કન્યા શાળા ના આચાર્ય રમેશભાઈ પડસુંબીયા, કૌશિકભાઈ શેરસિયા, ધર્મિષ્ઠાબેન સવસાણી, સોનલબેન કામરીયા, સુમિતભાઈ મણીયાર તેમજ નવા કોઠારીયા પ્રાથમિક શાળાના આચાર્ય અનિમેષભાઈ દુબરીયા,હિરેનભાઈ ઠાકર, ધર્મેશભાઈ પટેલ, નરેન્દ્રભાઈ કુબાવત, હેતલબેન મકવાણા ખુબ જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ સરપંચ આંબાભાઈ કોબિયા ઉપસરપંચ ફિરોજભાઈ કડીવાર,એસએમસી ના સભ્યો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ ખાસ ઉપસ્થિત રહી હતી. બાળકો અને શિક્ષકોમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. આ તો કે હિમાંશુભાઇ દ્વારા 11,000 નું શાળાને અનુદાન મળેલ.બાળકો અને ગ્રામજનોએ સાહેબને ભારે હૃદયે વિદાય આપી. સાહેબ સફળતાના શિખરો શર કરે તેવી શુભકામના આપી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ત્રણેય શાળાના બાળકો શાળા પરિવાર એ સાથે સમૂહ ભોજન કર્યું.







