GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેરમાં રખડતા કુતરાઓના વધતા આતંક મુદ્દે સામાજિક કાર્યકરો દ્વારા કમિશ્નરને લેખિતમાં રજૂઆત.

MORBI:મોરબી શહેરમાં રખડતા કુતરાઓના વધતા આતંક મુદ્દે સામાજિક કાર્યકરો દ્વારા કમિશ્નરને લેખિતમાં રજૂઆત.

 

 

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા વિગેરે દ્વારા મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજૂઆત કરી મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રજૂઆતમાં જણાવ્યા મુજબ, મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં રખડતા કુતરાઓ પકડવા માટે આજદિન સુધી એક પણ ગાડી વસાવવામાં આવી નથી. ગાયો અને ખુટીયાઓ પકડવાની વ્યવસ્થા હોવા છતાં કુતરાઓ માટે કોઈ અસરકાર પગલા ન લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

મહાનગરપાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં પણ કુતરાઓ ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે, જે ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન મોરબી શહેરમાં કુલ ૪૫૭૯ ડોગ બાઇટના કેસ નોંધાયા હતા, જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે ૬૦૦૦થી વધુ કુતરાના બચકાના કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળે છે. વધુમાં, સને ૨૦૨૬ના માત્ર આઠથી દસ દિવસમાં જ ૨૫૦ ડોગ બાઇટના કેસ નોંધાતા સ્થિતિ વધુ ભયજનક બની છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારોને શ્વાનોના આતંકને અંકુશમાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે, છતાં મોરબી મહાનગરપાલિકા દ્વારા કોઈ અસરકાર કામગીરી થતી નથી તેવી ફરિયાદ કરવામાં આવી છે.આ સાથે સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે તાત્કાલિક રખડતા કુતરાઓ પકડવા માટે ખાસ ટીમની નિમણૂક કરવામાં આવે. નિયમ મુજબ વેકસિનેશન અને સ્ટરિલાઇઝેશનની પ્રક્રિયા અમલમાં મુકવા માટે જરૂરી પ્રશિક્ષિત સ્ટાફ, સાધનો અને વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવે. જો સમયસર પગલા નહીં લેવામાં આવે તો આવનારા સમયમાં વધુ ગંભીર ઘટનાઓ સર્જાઈ શકે છે, જેના માટે સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે.

Back to top button
error: Content is protected !!