BANASKANTHAGUJARATLAKHANI

લાખણી તાલુકાના વાસણા વાતમ પ્રા શાળા મા મકરસંક્રાંતિ ની ઉજવણી કરાઈ

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં વાસણા(વાતમ) ગામ ખાતે આજ રોજ શ્રી વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા પરિવાર સી.આર.સી વિહાજી રાજપૂત,રમેશભાઈ,સમીરભાઈ,પ્રગ્નેશભાઈ,કિરણભાઈ,દશરથભાઈ,મધુબેન,ભૂરીબેન તથા હિમાંશુભાઈ ધ્વારા બાળકોમાં પતંગ અને કિંજલબેન સરસ સેવ ખમણી નાસ્તાનું આયોજન સાથે બાળકોમાં આસમાનમાં ઉડવાની કુતુહલતા પૂર્વક સવારની પરોઢે જાણે રંગબેરંગી પતંગો નવા રંગો વાદળોને સ્પર્શ કરતાં દૃશ્યોમાં વિહોલ સાહેબે બાળકોમાં પ્રકૃતિ નુકસાન ના થાય તે ઉદ્દેશ્યમાં ખાસ ચાઈના દોરીને ઉપયોગ ના કરવો, અને ઉત્તરાયણ પર્વ મહિમા જાણે સૂરજદેવની સાક્ષીએ સેવા ધર્મની વાતો ગાયોને ચારો,પંખીઓને અન્ન જેવા દાતાઓના દાન ભાવનાઓમાં બાળકો પોતે સેવાભાવી ભવિષ્યના સાચા દાનવીર જેમાં બને તે હેતુ ખાસ શિક્ષાનું,ધર્મનું,સેવાનું એવા અન્ય દાન તરફ પ્રેરાય તે હેતુ થી આજે બાળકો અપાવેલ સ્ટાફ પરિવારનો ખુબ આભાર વ્યક્ત કરીને તેમના ચરણ વંદન કર્યા હતા.

Back to top button
error: Content is protected !!