આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે પુસ્તક પ્રદર્શન અને ખરી કમાઈ કાર્યક્રમ યોજાયો.

13 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે પુસ્તક પ્રદર્શન અને ખરી કમાઈ કાર્યક્રમ યોજાયો. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા- 12/01/2026 ના રોજ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તેમજ રામકૃષ્ણ મિશનના સહયોગ થી ભવ્ય “પુસ્તક પ્રદર્શન” અને ઇકોકલબ તેમજ ગીર ફાઉન્ડેશનના સહયોગથી ફૂડ સ્ટફ (ખરી કમાઈ/પોષક ફૂડ)નો દ્વિવેણી કાર્યક્રમ યોજાયો. પુસ્તક પ્રદર્શનમાં વિધાર્થીઓએ જ્ઞાનસભર તથા પ્રેરણાદાયી પુસ્તકો નિહાળી પુસ્તકોની ખરીદી પણ કરી હતી. સાથે સાથે પોષણયુક્ત આહાર (ખરી કમાઈ)ના સ્ટોલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ ભરપૂર નાસ્તાની લિજ્જત માણી હતી. તથા ખરી કમાઈ વડે થયેલ આવકના સ્ત્રોતથી માહિતગાર થયા હતા. આ બંને કાર્યક્રમોને કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા હોદ્દેદારશ્રીઓએ પ્રત્યક્ષ નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા.આમ આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે સર્વ સ્ટાફ મિત્રોના સહયોગથી તથા વિદ્યાર્થીઓની આગવી સૂઝબૂઝથી કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું.






