ઉતરાયણ પર્વ નિમિત્તે વિજાપુર અને કુકરવાડા વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકોને નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડનું વિતરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઉતરાયણ પર્વ દરમિયાન ચાઈનીઝ દોરી સહિતની દોરીથી ટુ વ્હીલર વાહન ચાલકોને થતી અકસ્માતોની શક્યતા અટકાવવા માટે વિજાપુર તેમજ કુકરવાડા વિસ્તારમાં કૈલાશા ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ કૈલાશા ફાઉન્ડેશનના કર્તાહર્તા કનુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન બાઈક તથા સ્કૂટર ચાલકોને સુરક્ષા ગાર્ડ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા, જેથી ઉતરાયણ દરમ્યાન દોરીથી થતા ગંભીર અકસ્માતો ટાળી શકાય.કાર્યક્રમના આયોજનમાં કૈલાશા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ખુબ જ સુંદર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના સભ્યોએ માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.સ્થાનિક નાગરિકો તથા વાહન ચાલકો દ્વારા આ માનવતા પૂર્વકના કાર્યને આવકાર આપતા કૈલાશા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ કાર્યક્રમ ના લોકોએ વખાણ્યો હતો
«
Prev
1
/
102
Next
»
કેન્દ્ર સરકાર સામે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગત્યનું માંગણીઓ મૂકવામાં આવી.