
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશલપર(ગું), લૂડબાય સહીત તાલુકાની 166 જેટલી સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરાયુ
અહેવાલ : જગદીશ દવે, દેશલપર (ગુંતલી)
નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) પી.એચ.સી. તથા લૂડબાય ગામે સબ સેન્ટર ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા તાલુકાની 166 જેટલી સગર્ભા માતાઓને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
પી.એચ.સી.ના ઇન્ચાર્જ ડૉ. વીરેન્દ્રસિંહ જાડેજા, લુડબાય ગામનાં સરપંચ જબારભાઈ જત, દેશલપર(ગું) પ્રાઇવેટ પ્રેક્ટિશનર ડો. રામસિહ રાઢોડ ,નખત્રાણા તાલુકા સીડીપીઓ શાન્તાબેન ચુડાસમા, તાલુકા ફિમેલ હેલ્થ ઓફિસર ત્રિવેણીબેન તથા પીએચસી ફિમેલ હેલ્થ સુપરવાઈઝર વિમલાબેન તથા તેમની ટીમ, અદાણી ફાઉન્ડેશનમાંથી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ ઑફિસર દેવલબેન ગઢવી તથા કિશન પટેલ હાજર રહ્યા હતા જેમાં દેવલબેન ગઢવીએ સગર્ભાઓને પૂરતું પોષણ મળી રહે તેમજ આવનાર બાળક તંદુરસ્ત જન્મે તે માટે પોષણક્ષમ આહાર લેવા જણાવ્યું હતું. લુડબાય જેવા અંતરિયાળ ગામોમાં મહિલાઓનાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હોવાનું જણાવ્યું હતું. આગેવાનો તથા અધિકારીઓનાં હસ્તે અલગ અલગ ગામોમાંથી આવેલ 166 સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજન વ્યવસ્થા દેશલપર (ગું) પી.એચ.સી.ના સ્ટાફ દ્વારા સંભાળવામાં આવી હતી તેવુ મેડિકલ ઓફિસર ડો. વિરેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યુ હતુ.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




