MORBI:નેશનલ યુથ ડે અને સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી પર આમ આદમી પાર્ટીની યુવા ટીમ દ્વારા હારતોરા કરવામાં આવ્યા

MORBI:નેશનલ યુથ ડે અને સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી પર આમ આદમી પાર્ટીની યુવા ટીમ દ્વારા હારતોરા કરવામાં આવ્યા
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા યુવા ટીમ દ્વારા નેશનલ યુથ ડે અને સ્વામી વિવેકાનંદજી ની ૧૬૩મી જન્મ જયંતી નિમિત્તે સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને હાર તોરા કરી પુષ્પ અર્પણ કરીને મોરબીના અને ભારતભરના યુવાનોને દેશમાંથી ભ્રષ્ટાચાર, ગરીબી દૂર થાય અને સારી શિક્ષણ વ્યવથા થકી યુવાધન આગળ વધે એ માટે કામની રાજનીતિ સાથે જોડાઈને દેશની વિકાસગાથામા સહભાગી થવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ પરિમલ કૈલા, મહામંત્રી કિશન જોટંગીયા સાથે અન્ય યુવા આગેવાનો પ્રદીપ ભોજાણી, યશ સોજીત્રા અને રોનિત લવા સાથે અલ્પેશ અમૃતિયા સહિત સમગ્ર ટીમ હાજર રહી મોરબીના યુવાનોને મોરબીના વિકાસ માટે કામની રાજનીતિ સાથે જોડાઈને વિકાસગાથામા સહભાગી થવા આહવાન કર્યું હતું.








