AHAVADANGGUJARAT

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી ડીપાર્ટમેન્ટમાં ડાંગનાં માજી ઘારાસભ્ય મંગળભાઈ ગાવિતની વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ ડીપાર્ટમેન્ટનાં ચેરમેન તથા માનનીય ધારાસભ્ય ડૉ. વિક્રાંતભાઈ ભૂરિયાની સંમતિથી ડાંગ જિલ્લાના લોકપ્રિય અને સંઘર્ષશીલ નેતા મંગળભાઈ ગાવિતને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના આદિવાસી કોંગ્રેસ ડીપાર્ટમેન્ટમાં વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક આપવામાં આવી છે. મંગળભાઈ ગાવિત વર્ષોથી આદિવાસી સમાજના હિતો માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે અને તેમની સંગઠન ક્ષમતા તથા જનસંપર્કને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.કોંગ્રેસ પાર્ટી વિશ્વાસ વ્યક્ત કરે છે કે મંગળભાઈ ગાવિત આપેલ જવાબદારીને સંપૂર્ણ ઈમાનદારી, નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી નિભાવશે તથા ગુજરાતભરમાં અનુસૂચિત આદિજાતિ સમાજ સુધી કોંગ્રેસની વિચારધારા, નીતિઓ અને યોજનાઓ પહોંચાડવા માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમની નિમણૂંકથી ડાંગ જિલ્લા સહિત સમગ્ર આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.અને કોંગ્રેસ પરિવાર તરફ થી  મંગળભાઈ ગાવિતને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય અનંત પટેલ,ગૌરવ પંડ્યા ,તુષાર ચૌધરી રાજેંદ્ર પારધી  સ્નેહલ ઠાકરે,તબરેઝ અહેમદ ,ધનસરામ ભોયે સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!