GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મકરસંક્રાંતિના પર્વે પુણ્યનું ભાથું બાંધવા મોરબીવાસીઓને આહ્વાન

MORBI: મકરસંક્રાંતિના પર્વે પુણ્યનું ભાથું બાંધવા મોરબીવાસીઓને આહ્વાન

 

 


મોરબી: દાન અને પુણ્યના પવિત્ર પર્વ એવા ‘મકરસંક્રાંતિ’ નિમિત્તે મોરબીના સેવાભાવી નાગરિકોને શ્રી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા અને વડીલોના આશીર્વાદ મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.પરિવાર અને બાળકો સાથે પર્વની ઉજવણીનો અનોખો લ્હાવોઆગામી ૧૪મી જાન્યુઆરી, ૨૦૨૬ ને બુધવાર ના રોજ મકરસંક્રાંતિના પર્વે લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે વૃદ્ધાશ્રમની મુલાકાત લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. વડીલોના સંગાથે પર્વની ઉજવણી કરવાથી બાળકોમાં પણ સેવા અને સંસ્કારનું સિંચન થશે. આ પર્વ નિમિત્તે માવતરોની સેવા કરીને તેમના હૃદયપૂર્વકના આશીર્વાદ મેળવવાનો આ એક ઉત્તમ અવસર છે.

ઉદાર હાથે અનુદાન આપી સેવાકાર્યમાં સહભાગી બનો
વૃદ્ધાશ્રમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, આ પવિત્ર દિવસે પોતાની શક્તિ મુજબ ઉદાર હાથે અનુદાન આપીને નિરાધાર માવતરોની સેવામાં સહભાગી બને. આપના દ્વારા આપવામાં આવેલ નાનું અમથું યોગદાન પણ આ વડીલોના જીવનમાં ખુશીઓ લાવી શકે છે.

 

Back to top button
error: Content is protected !!