GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત સરકારે TRB જવાનોના વેતનમાં કર્યો 150 રુ.નો વધારો

ટીઆરબી જવાનોનાં દૈનિક વેતનમાં ગૃહ વિભાગ દ્વારા દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂા.300 થી વધારીને હવે રૂા. 450 આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે સૈનિકની ભૂમિકા ભજવતા ટ્રાફિક બ્રિગ્રેડના જવાનો છે. ગરમી હોય, વરસાદ હોય ગમે તેવી પરિસ્થિતિમાં ફરજ બજાવતા જવાનોની રાજ્ય સરકાર કદર કરે છે.

રાજ્યના મોટા શહેરો જેમાં સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ મારફત શરૂ કરેલ ટ્રાફિક બ્રિગ્રેડ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. તેમના કાર્યને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક રિઝર્વ બ્રિગેડ (ટી.આર.બી.)ના જવાનો માટે મહત્વપૂર્ણ અને સંવેદનાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના વર્ષ 2018 ના ઠરાવ અનુસાર અત્યાર સુધી પ્રતિદિન રૂ. ૩૦૦ ચૂકવવામાં આવતા હતા, જેને હવે વધારીને રૂ. 450 કરવામાં આવ્યા છે. આ વધારાની રકમનો સીધો લાભ રાજ્યના અંદાજે 10000 થી વધુ ટી.આર.બી. જવાનો તથા તેમના પરિવારજનોને મળશે. સરકારના આ નિર્ણયનો અમલ આજથી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી ટ્રાફિક બ્રિગેડના જવાનોને આર્થિક રીતે વધુ પ્રોત્સાહન મળશે અને તેમની સેવા પ્રત્યે સરકારની કદર સ્પષ્ટ થાય છે.

Back to top button
error: Content is protected !!