
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
TAT-S અને TAT-HS મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર-૨ ના માળખામાં મહત્વપૂર્ણ સુધારો: હવે નવા ફોર્મેટ મુજબ લેવાશે પરીક્ષા
મુંદરા,તા.14: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને બિન-સરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ગુણવત્તાયુક્ત ભરતી માટે લેવાતી ‘શિક્ષક અભિરુચિ કસોટી’ (TAT) ના માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ ના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને TAT-S (માધ્યમિક) અને TAT-HS (ઉચ્ચતર માધ્યમિક) ની મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર-૨ (વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા) ના ગુણભાર અને પ્રશ્નોના સ્વરૂપમાં સુધારો જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્ય પરીક્ષા બોર્ડની દરખાસ્તને પગલે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલા આ સુધારા મુજબ, હવે મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર-૨ કુલ ૧૦૦ ગુણનું રહેશે, જેમાં પ્રશ્નોનું સ્વરૂપ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:
નવું પરીક્ષા માળખું (પ્રશ્નપત્ર-૨):
શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર આ ફેરફારનો હેતુ ઉમેદવારોની વિષયવસ્તુ પરની પકડ અને શિક્ષણ પદ્ધતિશાસ્ત્ર (Pedagogy) ની સજ્જતાને વધુ સચોટ રીતે ચકાસવાનો છે. ૨૯/૦૪/૨૦૨૩ ના મૂળ ઠરાવની અન્ય તમામ જોગવાઈઓ યથાવત રહેશે. આ સુધારેલું માળખું આગામી પરીક્ષાઓથી અમલી બનશે જેની તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com





