GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના પ્રતાપગઢ ખાતે સુન્ની ધર્મગુરુની અધ્યક્ષતામાં આલેમા કોર્ષ પૂર્ણ કરનાર દીકરીઓનો પદવીદાન સમારંભ યોજાશે

WAKANER:વાંકાનેરના પ્રતાપગઢ ખાતે સુન્ની ધર્મગુરુની અધ્યક્ષતામાં આલેમા કોર્ષ પૂર્ણ કરનાર દીકરીઓનો પદવીદાન સમારંભ યોજાશે

 

 

(પ્રતાપગઢ (વાંકાનેર) ખાતે રવિવારે સવારે મુફતી ખાલીદ અયુબ મિસબાહીની તકરીર.)

જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત – પ્રતાપગઢ ખાતે આવેલ દીકરીઓના મદ્રાસમાં આલીમાનો કોર્સ પૂર્ણ કરનાર 17 દીકરીઓ, કારિયાહ કોર્ષ પૂર્ણ કરનાર 15 દીકરીઓના ખુશીમાં જશ્ને રીદા એ ફઝીલત વ તાલીમ નિશ્વા કોન્ફરન્સ નો ભવ્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સુન્ની સંપ્રદાયના વડા રાજસ્થાનના વતની હજરત મૌલાના ખાલીદ અયુબ મિસબાહી તથા પ્રોફેસર સમશીર અલી મિસબાહી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ મુકામે વધારી રહ્યા હોય સૌરાષ્ટ્ર ભરના સુન્ની મુસ્લિમ સમાજમાં ઉત્સાહ વ્યાપી ગયો છે.

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ મુકામે રવિવારે સવારે જશ્ને રીદા એ ફઝીલત વ તાલીમ નિશ્વા કોન્ફરન્સ ભવ્ય આબેહૂબ, બેનમુનેદાર, ભવ્ય આયોજન હાથ ધરવામાં આવેલ છે.

આ શુભ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન મૌલાના તહસીન રજા ગજાલી સાહેબ નાતખવા તરીકે સૈયદ અબ્દુલ કાદિર બાપુ જામનગર તથા સ્થાનિક અને બહાર ગામના અસંખ્ય સાદાતે કીરામ અને ઉલમા એ ઇજામનો નૂરાની કાફલો ઉપસ્થિત રહેનાર છે.

હજરત મૌલાના ખાલીદ અયુબ મિસબાહી ફરી એક વખત વાંકાનેર ના પ્રતાપગઢ મુકામે પધરામણી થઈ રહી હોય તેઓની તકરીર સાંભળવા સુન્ની મુસ્લિમ સમુદાયમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. મુફતી સાહેબના પ્રવર્તમાન સમયમાં જરૂરિયાત મુજબના તકરીરોએ યુવાનોને ઘેલું લગાડ્યું છે.

ત્યારે આવી ભવ્ય કોન્ફરન્સમાં સમગ્ર સુન્ની મુસ્લિમ સમુદાયને મોટી સંખ્યામાં ઉમટી પડવા દીકરીઓને શિક્ષણ મળવું જોઈએ. તેવો કેન્દ્રીય બિંદુ દઢ વિચાર આપનાર, જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત – પ્રતાપગઢ ના સંચાલક અને સ્થાપક મોલાના ગુલામ હુસેન અશરફી (અશરફ નગર વાળા) તથા તેમના ટ્રસ્ટ બોર્ડના સભ્યોએ એક યાદીમાં જણાવ્યું છે. વધુ જાણકારી માટે મોબાઈલ નંબર.+919586263622 પર સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!