યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે વિશ્વમાં પ્રથમ વખત 24 કરોડ નર્વાણ મંત્ર આહુતિ અનુષ્ઠાન:શુભારંભ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૧.૨૦૨૬
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે વિશ્વમાં પ્રથમ વખત 24 કરોડ નર્વાણ મંત્ર આહુતિ અનુષ્ઠાનનો શુભારંભ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સહીત મોટી સંખ્યામાં ઉપસ્થિતીમાં માઇભક્તોની ઉપસ્થિમાં કરવામાં આવ્યો હતો.યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ભવ્ય યજ્ઞશાળાના લોકાર્પણ નિમિત્તે આયોજિત ‘સહસ્ર ચંડી મહાયજ્ઞ’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.ત્રણ દિવસીય યજ્ઞ પૂર્ણ થયા બાદ અગાઉ કરાયેલી જાહેરાત મુજબ આજે 15 જાન્યુઆરી ને ગુરુવારે સવારે ચોક્કસ 7:11 કલાકે 24 કરોડ નાવાર્ણ મંત્રોની આહુતિ માટેના હવન યજ્ઞનો વૈદિક વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞશાળાની લોકાર્પણ વિધિ પૂર્ણ થયા પછી મંદિર ટ્રસ્ટના સંકલ્પ મુજબ વિશ્વ શાંતિ અને સર્વ કલ્યાણ અર્થે 24 કરોડ નાવાર્ણ મંત્રોની આહુતિ આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી આ અવસરે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પરિવાર સાથે હાજર રહ્યા હતા અને મહાકાળી માતાજીને પ્રથમ આહુતિ અર્પણ કરી હવન પૂજાનો આરંભ કર્યો હતો.24 કલાક સતત ચાલનારા આ હવન યજ્ઞમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં માઈભક્તો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને ઉત્સાહપૂર્વક આહુતિમાં જોડાઈ રહ્યા છે. યાત્રાધામ પાવાગઢમાં આધ્યાત્મિક વાતાવરણ સાથે ભક્તિભાવનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. યજ્ઞ શાળાના લોકાર્પણ પ્રસંગે શરૂ કરવામાં આવેલ 24 કરોડ નવાર્ણ મંત્રની આહુતિ આપવા ની શરૂઆત કરવામાં આવી છે. આ 24, કરોડ નિર્માણ મંત્રની આહુતિ સતત 24, કલાક આપવામાં આવશે જે પૂર્ણ થતાં અંદાજી એક વર્ષ જેટલો સમય લાગશે તેમ જણાવાઈ રહ્યું છે.









