બલોધર ગ્રામજનોએ દારૂબંધી માટે ઉઠાવ્યો અવાજ : ભીલડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત
બલોધર ગામમાં દારૂ મુક્તિ માટે જનઆક્રોશ

ભરત ઠાકોર ભીલડી
ડીસા તાલુકાના બલોધર ગામને દારૂમુક્ત બનાવવા ગ્રામજનો એક અવાજે મેદાને ઉતર્યા હતા.ગામમાં ફેલાયેલી દારૂની બુરાઈ સામે હવે સહનશક્તિ ખૂટી ગઈ હોય તેમ સરપંચ, ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ એકજૂથ થઈ મજબૂત નિર્ણય લીધો હતો.આ નિર્ણયના અનુસંધાને ગ્રામજનો ટ્રેક્ટરોમાં બેસી રેલી સ્વરૂપે ભીલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને દારૂ બંધ કરાવવા બાબતે લેખિત અરજી આપી રજૂઆત કરી હતી.
ભીલડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆત ગંભીરતાપૂર્વક સાંભળી હતી અને દારૂના દુષણ સામે કડક કાર્યવાહી કરવાની સંતોષકારક ખાતરી આપી હતી.પોલીસ તરફથી મળેલા સહકાર અને બલોધર ગામના સરપંચ તથા ગ્રામજનોએ ભીલડી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ તંત્ર પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બોક્સ – બલોધર ગામે સાબિત કર્યું કે”જ્યારે ગામ એક થાય, ત્યારે દારૂ જેવી બુરાઈ ટકી શકે નહીં.”




