જામનગરમાં ગૌવંશને સન્માન પુર્વક ભોજન પ્રસાદ અર્પણ

મકરસંક્રાતિના દિવસે હાલારની જાણીતી ” વૃંદાવન ગૌશાળા”માં પુણ્ય સરિતા વહી
જામનગર (ભરત ભોગાયતા)
મકરસંક્રાંતિ નિમિત્તે ગત ૧૪ જાન્યુ ૨૦૨૬ના રોજ જાંબુડા અને બાલાચડી વચ્ચે આવેલી સુપ્રસિદ્ધ વૃંદાવન ગૌશાળા જે પાવનધામ બની રહ્યુ છે ત્યાં, નિરાધાર ગાયોને ભોજન માટે લાડુ બનાવવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
અને વધુમાં પ્રમુખ અને સંચાલક ચંદુભાઇ રાજ્યગુરૂ એ જણાવ્યા મુજબ આ બે હજાર કિલો લાડુ ગાય માતાને ભોજન કરાવવામાં આવ્યુ હતુ.વૃંદાવન ગૌશાળામાં અત્યારે હાલની ગાયોની સંખ્યા પાંચસો ની છે તેમજ ગાય માતાઓ ઉપરાંત નંદી ,વાછરડા સહિત સૌ ગૌવંશના મુંગા પશુઓને સન્માનપુર્વક ભોજન ગ્રહણ કરાવવાના સાંક્રાંતના આ કાર્યક્રમમાં અમારા મુખ્ય મહેમાન એપીએમસી ઇન્સ્પેક્ટર ઘનશ્યામભાઈ વાદી તથા જયંતીભાઈ વાદી, અરજણભાઈ રાઠોડ ,ધર્મા ઇન્ડસ્ટ્રી ના ગંભીરસિંહ સોઢા, જે જે જાડેજા , વશરામભાઈ રાઠોડ ,વલ્લભભાઈ પટેલ નાગાજર હિતેશભાઈ પટેલ ,નવી ચણોલ જીતેશભાઈ પારેખ નો અને જીવ દયા ગ્રુપના રાકેશભાઈ વોરા, જાંબુડાના સરપંચ મનસુખભાઈ પરમાર અને ઉપસરપંચ બાબુભાઈ ભરવાડ ના અનેરા અનન્ય સહયોગથી મિત્ર મંડળ તમામ મહેમાનોની હાજરી થી સાકાર થયો હતો.



